fbpx
ગુજરાત

રાજ્યસભાના સાંસદ કઇ રીતે ચૂંટાય છે, એકદમ અલગ હોય છે ચૂંટણી

રાજ્યસભા ચૂંટણી માટે કોગ્રેસ, ભાજપ અને સમાજવાદી પાર્ટીએ પોત પોતાની યાદી જાહેર કરી છે. આ બેઠકો માટે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પણ ભરવાના શરૂ કરી દીધા છે. જૂનથી લઇને ઓગસ્ટ સુધી રાજ્યસભામાં 63 બેઠક ખાલી થઇ રહી છે. જેની પર જૂનમાં ચૂંટણી યોજાશે પરંતુ આ ચૂંટણી લોકસભા ચૂંટણી જેવી નથી હોતી પણ તેની રીત અલગ હોય છે.

જૂનથી લઇને ઓગસ્ટ સુધી રાજ્યસભાની 63 બેઠક ખાલી થઇ રહી છે. રાજ્યસભાના સભ્યોનો 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે, તેમની જગ્યાએ નવા સભ્યોને રાજ્યસભામાં લાવવા માટે ચૂંટણી યોજાશે, જેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ આગામી એક બે મહિના સુધી ચાલતી રહેશે. જાણો આ પ્રક્રિયા વિશે જેમાં ઉચ્ચ સદન માટે ચૂંટણી યોજાય છે.

રાજ્યસભામાં વધુમાં વધુ 250 સભ્ય હોઇ શકે છે. એક રાજ્યસભા સાંસદનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.

વર્તમાનમાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા 245 છે, જેમાંથી પસંદગીના સભ્યોની સંખ્યા 233 અને 12 મનોનીત સભ્ય હોય છે.

મનોનીત સભ્યોને ભારતના રાષ્ટ્રપતિ ચૂંટીને સદનમાં મોકલે છે. દર બે વર્ષમાં પસંદગીના સભ્યોની 1/3 બેઠક ખાલી થાય છે.

ચૂંટીને જનારા સભ્યોની ચૂંટણી દેશભરની વિધાનસભાના સભ્યો એટલે કે ધારાસભ્ય હોય છે. આ ચૂંટણીમાં એકલ હસ્તાંતરણીય મતદાન  પદ્ધતિનો ઉપયોગ થાય છે.

આ પદ્ધતિમાં મતદાતા બેલેટ પેપર પર લખેલા ઉમેદવારોના નામ આગળ પોતાની પ્રેફરન્સ એટલે કે પસંદ ક્રમાંકના રૂપમાં મોકલે છે. આ ચૂંટણીમાં જીત માટે ઉમેદવારોને 10 સભ્યોથી વધારે વોટ મળવા જોઇએ. દરેક ધારાસભ્યનો એક મત ગણાય છે.

ઇલેક્શનમાં ચૂંટણી માટે એક ફોર્મૂલા હોય છે. જેમાં ધારાસભ્યોની સંખ્યાના 100થી ગુણા કરી, કુલ ખાલી જગ્યામાં એક જોડીને ભાગવામાં આવે છે. જેમાં જે પાર્ટી પાસે વધુ બેઠક હોય છે તેને વધુ ફાયદો મળે છે.

Follow Me:

Related Posts