રાષ્ટ્રીય

રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષએ કહી સ્પષ્ટ વાતવર્ષ ૨૦૨૯માં મહિલાઓ અનામત બેઠકો પરથી સાંસદ બનશે : જેપી નડ્ડા

મહિલા અનામત વિધેયક લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ આ બિલ ક્યારે લાગુ થશે તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કે ૨૦૨૯ની ચૂંટણીમાં રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન આ સવાલના જવાબમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ૨૦૨૯માં અનામત મહિલાઓ સાંસદ બનશે. તેમણે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલને હવેથી લાગુ કરવામાં આવે.

હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કેટલીક બંધારણીય વ્યવસ્થાઓ છે, કામ કરવાની કેટલીક બંધારણીય રીતો છે. અમારે મહિલાઓને અનામત આપવી છે, પરંતુ કઈ બેઠકો આપવી અને કઈ ન આપવી તેનો ર્નિણય સરકાર નહીં પરંતુ અર્ધ ન્યાયિક સંસ્થા કરી શકે છે. તેમણે કહ્યું કે આ માટે બે બાબતો મહત્વની છે. પ્રથમ વસ્તી ગણતરી અને બીજી સીમાંકન. આ પછી, જાહેર સુનાવણી થવી જાેઈએ, પછી બેઠકો અને સંખ્યા નક્કી કરવી જાેઈએ અને પછી તેને આગળ લઈ જવી જાેઈએ. જાે તમે આજે આ બિલ પાસ કરો છો, તો ૨૦૨૯માં અનામત મહિલાઓ સાંસદ બનશે. તે જ સમયે, ઓબીસી વિશે રાહુલ ગાંધીના નિવેદન પર નડ્ડાએ કહ્યું કે ભાજપે દેશને પ્રથમ ઓબીસી વડાપ્રધાન આપ્યા. અમારી પાસે કોંગ્રેસના સાંસદો કરતાં ઓબીસી સાંસદો વધુ છે.

આજે ૨૭ મંત્રીઓ ર્ંમ્ઝ્રમાંથી છે. ૩૦૩ સાંસદોમાંથી ૨૯ ટકા ર્ંમ્ઝ્ર છે. આ માત્ર લોકસભાનો આંકડો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં શું કહ્યું?.. જે જણાવીએ, તમને જણાવી દઈએ કે મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ વિવિધ સંસ્થાઓમાં ર્ંમ્ઝ્રની ભાગીદારી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મહિલા અનામત બિલમાં ઓબીસી (અન્ય પછાત વર્ગ) માટે ક્વોટા હોવો જાેઈએ. ભારતના ૯૦ સચિવોમાંથી માત્ર ત્રણ જ ર્ંમ્ઝ્ર સમુદાયના છે. આ ઉપરાંત તેમણે જાતિ ગણતરી અને સીમાંકન વહેલી તકે લાગુ કરવાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે આ બિલ બુધવારે લોકસભામાં પસાર થયું હતું. આ બિલની તરફેણમાં ૪૫૪ અને વિરોધમાં ૨ વોટ પડ્યા હતા.

Related Posts