અમરેલી

રાજ્ય કક્ષાએ સોફ્ટ બોલ સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતું ગુરુકુળ સાવરકુંડલા

 સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -૧૭ સોફ્ટ બોલ મા ભાઈઓ ની  સ્પર્ધા જામનગર – કાલાવાડ મુકામે  રાજ્ય કક્ષા નું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી-ગાંધીનગર દ્વારા થયેલ. તેમાં અમરેલી જિલ્લા ની ટીમ માં સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાની અંગ્રેજી મિડીયમ સ્કૂલ ની ટીમ ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા નુ નામ રોશન કરેલ છે. જેમાં ગુરુકુળ શાળાનાં રમત ગમત નાં કોચ તરીકે દીપક ભાઈ વાળા ખૂબજ મહેનત કરી વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માં ખૂબ જ સક્રિય છે. ગુરુકુળ અંગ્રેજી મિડીયમ શાળા રાજ્ય માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સંસ્થાના વડા ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા ગુરુકુળ નાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી સ્વામી અક્ષર મુક્ત સ્વામી, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ તેમજ શાળાના પ્રિન્સિપાલ વૈશાલી મેડમ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts