સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -19 બેઝ બોલ રમત માં ભાઇઓ ની સ્પર્ધા ડીસા (બનાસકાંઠા) મુકામે રાજ્ય કક્ષા નું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી ગાંધીનગર દ્વારા થયેલ. તેમાં અમરેલી જિલ્લા ની ટીમમાં સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાની સમગ્ર સ્કૂલ ની ટીમ ગુજરાત રાજ્ય માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. જેમાંથી ચાર વિદ્યાર્થીઓ નેશનલ લેવલે બેઝ બોલ રમત સ્પર્ધા માં રમવા જશે.આ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાં માટે તેઓનાં સાથી મિત્રોમાં ઝાલા ધર્મરાજ, ટીમબડિયાં કેવલ, ચાંદ અમન, ચોડવડીયા ખુશી, રામ હીના, કાનાની સ્મિત, અંબાણી વર્ધમાન તથા શિક્ષક મિત્રો માં વેકરીયા ભાઈ, દર્પણ ભાઈ, ધવલભાઈ વિગેરે એ સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા નુ નામ રોશન કરેલ છે.
જેમાં ગુરુકુળ શાળા નાં રમત ગમત નાં કોચ તરીકે દીપકભાઈ વાળા તથા દિગ્વિજયસિંહ ઝાલા એ ખૂબજ મહેનત કરી વિજય મેળવ્યો છે અને તેઓ વિદ્યાર્થીઓનાં સર્વાગી વિકાસ માં ખૂબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
Recent Comments