રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ
ગુજરાતની વિજય રૂપાણી સરકારના રાજય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલથી હૃદયરોગના નિષ્ણાતોને ઘરે બોલાવવા પડ્યા હતા. સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે થોડો તાવ અને કળતર જેવું રહેતાં ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે ગૃહમાં નહોતા આવ્યાં. ધર્મેન્દ્રસિંહ પોતાનાં નિવાસ સ્થાને જ રહ્યા હતા અને ડોક્ટરોને બોલાવીને તેમની ઘરે જ સારવાર કરાઈ હતી.
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી હૃદયરોગને લગતી યુ.એન. મહેતા હોસ્પિટલથી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસ સ્થાને ડોક્ટરોની ટીમ બોલાવાઈ હતી અને તેમની સારવાર કરાઈ હતી. ડોક્ટરોની ટીમે ધર્મેન્દ્રસિંહ જાડેજાનો કોવિડનો ટેસ્ટ કરાવાશે એવો ર્નિણય પણ લીધો છે. આ પહેલાં એક વખત ધર્મેન્દ્રસિંહ કોરોનાં પોઝિટિવ થઈ ચૂક્યા છે.
Recent Comments