રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઇ ગઇ
પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાવરગ્રીડ રાજકોટ દ્વારા ઉર્જા એજ જીવન છે અને ઉર્જા બચાવો જેવા વિષયો અંગે મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા ના માર્ગદર્શન હેઠળ અને શાળાના શિક્ષિકા બહેનો સોનલબેન ગજ્જર અને અલ્પાબેન નાડા તથા સપનાબેન વર્માની જહેમતથી રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી જેમાં ચાલીસ વિધાર્થી ભાઈઓ / બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,ભાગ લેનાર બાળકોએ પોતાની સર્જનાત્મક શક્તિથી વિવિધ રંગમાં સુંદર ચિત્રો દોર્યા હતા અને બાળકોએ દોરેલ ચિત્રો પાવરગ્રીડ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે તેમાં કોઈ બાળક પસંદગી પામશે તો પસંદગી પામનાર બાળક આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા જશે.
Recent Comments