ઘોઘા ના રહીશ યોગેશભાઇ.એમ.ચાવડા કે જેઓ હાલ રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ (વર્લ્ડ બેન્ક ) માં ચિફ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા હતા તેમની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આજે ફેર બદલી ના ઓર્ડર મુજબ તેમને એડીશનલ સેક્રેટરી તરીકે અપગ્રેડ કરી ચિફ એન્જીનિયર તરીકે (પંચાયત) મા મુકવામાં આવ્યા છે.જે ઘોઘા ના ચાવડા પરિવાર અને સમસ્ત મોચી સમાજ નુ ગૌરવ બની રહ્યુ છે.
જીલ્લા પંચાયત ભાવનગર ખાતે અધિક મદદનીશ ઇજનેર તરીકે સર્વિસ માં જોડાઇ ને રાજ્ય સરકાર માં કાર્યપાલક ઇજનેર .અધિક્ષક ઇજનેર અને હાલ ગુજરાત રાજ્ય ના ચિફ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા વાય.એમ ચાવડા ની પોસ્ટ એડિશનલ સેક્રેટરી તરીકે અપગ્રેડ કરવામાં આવતા આ નવી નિમણુંક બદલ પરીવાર .મિત્ર વર્તુળ.સ્નેહીજનો અને મોચી સમાજ ના જ્ઞાતિજનો દ્વારા વ્યાપક અભિનંદન અને શુભેચ્છાઓ પ્રાપ્ત થઇ રહ્યા છે
Recent Comments