સુરત.વરાછા યોગી ચોક સાવલિયા સર્કલ કોમ્યુનિટી હોલ ખાતે વિચારો ની યુનિવર્સિટી ગણાતા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતી માં માનવ સેવા એજ પ્રભુ સેવા ના મહામંત્ર સાથે યોજાયો મહા રકતદાન કેમ્પ યોજાયો તા.૨૨/૧૦/૨૩ ને રવિવાર માં રોજ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી તેમજ યંગ ફેડરેશન ગ્રુપ નાં પ્રમુખશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતી માં મહા રકતદાન કેમ્પ યોજાઈ ગયો જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતા ઓ ઉમટી પડ્યા હતા.સમગ્ર રકતદાન કેમ્પ દરમ્યાન ૪૦૦ થી વધુ રક્ત બોટલ એકત્ર થઇ હતી…
કોઈ વ્યક્તિની જીંદગી બચી શકે તેવા લોકસેવાના નિસ્વાર્થ ભાવ સાથે યંગ ફેડરેશન ગ્રુપ દ્વારા આયોજીત રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં “મહા રક્તદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.મહા રક્તદાન’ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ સેવામાં એક અનોખું યોગદાન આપ્યું હતું. આજે નવરાત્રી પાવન પર્વે ના મહા અષ્ટમીના શુભ દિવસે યંગ ફેડરેશન ગ્રુપ દ્વારા આયોજીત મહા રક્તદાન કેમ્પમાં રકતદાન કરીને “માનવ કલ્યાણના” કાર્યમાં સહયોગ આપ્યો હતો.
યંગ ફેડરેશન ગ્રુપ તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા આયોજીત “મહા રક્તદાન કેમ્પ” માં આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.રકતદાન કેમ્પ દરમ્યાન પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાજી શહેર સંગઠન મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ,અગ્રણી કાર્યકર્તા મિત્રો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય શિક્ષણ મંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રક્તદાન કરેલ સૌ રક્તદાતા ઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે બાળકો માટે વિદ્યાદાન વડીલો માટે સેવાદાન સમાજ માટે યોગદાન અને સંપૂર્ણ માનવજાત માટે રકતદાન ખુબ જરૂરી છે. ઇશ્વર ની અદ્વિતીય સુપર પાવર સુપર શક્તિ એટલે રક્ત ની ભેટ છે જેના દાન થી કોઈ વ્યક્તિ ને જીવનદાન મળી શકે છે તો આવા અમુલ્ય રક્ત નું દાન કરવું જોઈએ..
Recent Comments