ગુજરાત

રાજ્ય શાળા સંચાલક મંડળનો સીએમને પત્ર, રાહત પેકેજ આપવા કરી માંગ

અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખીને સરકાર દ્વારા રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી છે. શાળા સંચાલક મંડળનું કહેવું છે કે, ‘કોરોનાને કારણે છેલ્લાં એક વર્ષથી સ્કૂલો બંધ છે. તદુપરાંત સરકારે ફીમાં ૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે શાળાના કર્મચારીઓના પગાર તેમજ શાળાના લોનના હપ્તા સહિત અન્ય ખર્ચા ચૂકવવામાં શાળાઓને મુશ્કેલી પડી રહી છે. આથી સરકાર દ્વારા શાળાઓને રાહત પેકેજ આપવામાં આવે.’


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો ર્નિણય કર્યો છે. સરકારે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો ર્નિણય કર્યો છે તથા ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પણ જાહેરાત કરી છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

Related Posts