રાજ્ય સરકારના સર્વાંગી વિકાસલક્ષી બજેટને આવકારતા અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી રિતેશ સોની
ગુજરાત રાજ્યનું આ વર્ષનું બજેટ એ ગુજરાતની વિકાસયાત્રાના મુખ્ય પાંચ સ્તંભો ઉપર રજૂ કરાયું છે જેનાથી આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને વેગ મળશે જે અંતર્ગત વિકાસ યાત્રાના આ પાંચ સ્તંભમાં
1. સમાજના ગરીબ વર્ગ માટે પાયાની સુવિધા સાથે સામાજિક સુવિધા આપવી
2. માનવ સંસાધન વિકાસ
3. વિશ્વસ્તરીય આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ
4. ખાનગી રોકાણને પ્રોત્સાહન
5. વિકાસ થકી પર્યાવરણનું સંરક્ષણ
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની આગેવાનીમાં અમૃત કાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના વિકાસની દિશા નક્કી કરતું વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થતું ગુજરાત રાજ્યનું 3 લાખ કરોડ નું બજેટ આજરોજ ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું.
આ બજેટમાં ગુજરાત સરકારે ખેડૂતલક્ષી, ગરીબ લક્ષી, યુવા લક્ષી, શ્રમજીવી માટે કલ્યાણકારી યોજનાઓ અને સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુસર આ બજેટ રજૂ કર્યું છે, આ બજેટને લીધે રોજગારીમાં વધારો થશે ઔદ્યોગિક અને ખેત ઉત્પાદનો વધશે લોકોની સુખાકારી વધશે અને ગુજરાત રાજ્યનો વિકાસ વધુ ગતિશીલ અને પ્રગતિશીલ બનશે.
આ બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, હેરિટેજ, ઇકો ટુરીઝમ, દ્વારકા નગરી નો વિકાસ, ખેડૂતોને રાહત દરે વીજળી આપવી, નવા એરપોર્ટ નું નિર્માણ કરવું, નર્સિંગ કોલેજ અને મેડિકલ કોલેજોની સ્થાપના કરવી, પીવાના પાણી માટેની યોજનાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવી, શ્રમિક પરિવારો માટે પાયાની સવલતો ઊભી કરવી, સામાજિક સુરક્ષા ની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સુનિશ્ચિત કરવો, શાળાઓમાં નવા ઓરડાઓનું બાંધકામ કરવું જેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
ગુજરાત સરકારનું આ બજેટ એ રાજ્યના સર્વાંગી વિકાસ માટેનું ગ્રોથ એન્જિન બની રહેશે, સર્વ સમાજને ઉપયોગી આ બજેટને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન રીતેશ સોની એ આવકાર્યું છે, સાથોસાથ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સમગ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે.
Recent Comments