મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના ચોથા દિવસે એટલે કે આજે તા. ૪ ઓગસ્ટના નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાનાર છે.
નોંધનીય છે કે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૧૦,૦૦૦ મહિલા જૂથોના ૧ લાખ મહિલા સભ્યોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ૧૦૦ કરોડની લોન આપવામાં આવશે. અમરેલી શહેરની સાથોસાથ નારી ગૌરવ દિવસની ઉજવણી ધારી, બગસરા અને સાવરકુંડલા ખાતે પણ કરવામાં આવનાર છે.
Recent Comments