fbpx
અમરેલી

રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાય યોજનાએ મારા સપનાઓ સાકાર કર્યા છે : ફિલિપાઇન્સમાં તબીબી અભ્યાસ કરતા કલ્પનાબેન ખોરાસીયા

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ૧૫ લાખ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ૨૦ લાખની સહાય મળવાપાત્ર

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ લોન સહાય યોજના જિલ્લાના વિદ્યાર્થીઓને વિદેશમાં જઈને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પુરી પાડે છે. અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં આ યોજનાના લાભાર્થી સુશ્રી કલ્પનાબેને પોતાનો પ્રતિભાવ લોકો સમક્ષ રજુ કર્યો હતો.

બગસરા તાલુકાના નાનકડા ગામ એવા જૂની હળીયાદના વિદેશ અભ્યાસ લોન સહાય લાભાર્થી સુશ્રી કલ્પના ખોરાસીયા જણાવે છે કે મારે ધોરણ ૧૨ માં સારી ટકાવારી આવતા મારા સબંધીએ લોન સહાય અંગે માહિતી આપી. વધુ તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો છે હું આ લોન સહાય મેળવવા માટેની દરેક લાયકાત ધરાવું છું. સમાજ કલ્યાણના સ્થાનિક અધિકારીશ્રીઓએ મને પૂરતી મદદ કરી તાત્કાલિક મારી લોન મંજુર કરી વિદેશ અભ્યાસના દ્વાર ખુલ્લા મુક્યા હતા. આજે હું રાજ્ય સરકારનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. ફિલિપાઇન્સમાં તબીબી ક્ષેત્રના મારા અભ્યાસના સપનાઓ આ યોજનાએ સાકાર કર્યા છે અને એના થકી મારું જીવન બદલાયું છે. મને સારી કારકિર્દીની સાથે સાથે નવી ઓળખ પણ આપી છે.

યોજનાકીય માહિતી આપતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સુશ્રી મીનાબેન રાઠોડ જણાવે છે કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ૧૫ લાખ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ૨૦ લાખની સહાય મળવાપાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૨ પછી ડિપ્લોમા કે સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે આ સહાય આપવામાં આવે છે. વિદેશ અભ્યાસ માટે ધોરણ ૧૨માં નિયત કરેલી ટકાવારી હોવી આવશ્યક છે

Follow Me:

Related Posts