રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ મેળવી શકશે ગ્રામજનો
રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે જ મળી રહે તે માટે આગામી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓકટોબર, ૨૦૨૪ દરમિયાન ૧૦મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં વલારડી ગામે વલારડી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. લુણકી, ધરાઈ, વાવડી, જીવાપર, ચમારડી, ચરખા, વલારડી, અમરવાલપુર, પીર ખીજડીયા, હાથીગઢ, ઇંગોરાળા, ભીલા, ભીલડી, વાંડળીયા, ગળકોટડી, દરેડ, ખાખરીયા, કુંવરગઢ અને અમરાપર ગામના નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળશે.
બાબરા તાલુકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ, તા.૪ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ ઘુઘરાળા પ્રાથમિક શાળા ખાતે યોજાશે. ખાનપર, કોટડા પીઠા, કરણુકી, ગરણી, પાનસડા, નવાણીયા, ઊંટવડ, મીયા ખીજડીયા, ઈસાપર, નડાળા, રાણપર, થોરખાણ, નોંઘણવદર, લોન કોટડા, ત્રંબોડા, ગમાપીપળીયા, મોટા દેવળીયા, ફૂલજર, ખીજડીયા, કોટડા અને બળેલ પીપરીયા ગામના ગ્રામજનોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળશે.તા.૧૬ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ કરિયાણા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમનો કલોરાણા, વાવડા, રાયપર, સુકવળા, સમઢીયાળા, નીલવળા, તાઈવદર, ઈશ્વરીયા, કીડી, જામ બરવાળા, શિરવાણીયા, નાની કુંડળ, ખંભાળા, સુખપર, વાંકિયા અને લાલકા ગામના ગ્રામજનોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મળશે.
Recent Comments