fbpx
ભાવનગર

રાજ્ય સરકારનું પેન્શન મેળવતાં પેન્શનરોએ આવકવેરો ભરવા જોગ

જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનુ પેન્શન મેળવતા
પેન્શનરોએ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નો આવકવેરો ભરવાનો થતો હોય નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧મા રૂ.૨,૫૦,૦૦૦કરતા વધુ, ૬૦ વર્ષથી ૮૦ વર્ષ સુધી રૂ.૩,૦૦,૦૦૦ થી વધુ અને ૮૦ વર્ષ કરતા વધુ ઉમર હોય તેને રૂ.૫,૦૦,૦૦૦થી (રૂ.૫,૦૦,૦૦૦ થી ઓછી આવક માટે રૂ.૧૨,૫૦૦ સુધીનુ રીબેટ મળવાપાત્ર રહેશે) વધુ પેન્શન મેળવતાપેન્શનરોની આવક વધતી હોય તેવા રાજ્ય સરકાર અને પંચાયતના તમામ પેન્શનરોએ ભરવાપાત્ર આવકવેરાનાચલણની નકલ તેમજ આવકવેરા કલમ-૮૦ હેઠળ રોકાણ કરેલ હોય તેની નકલ તથા સંભવિત રોકાણની વિગતો ફોર્મનં.-૧૨BB (નિયત નમુનામા) તા.૧૨-૦૧-૨૦૨૧ સુધીમા ટપાલથી મોકલી આપવા જણાવવામા આવે છે. અન્યથાફેબ્રુઆરી-૨૦૨૧ના પેન્શનમાથી નિયમ મુજબ આવકવેરાની કપાત કરવામા આવશે. જેની નોંધ લેવા જિલ્લા તિજોરીઅધિકારીશ્રી, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Follow Me:

Related Posts