રાજ્ય સરકારશ્રીનાં પેન્શનરોએ હયાતિની ખરાઇ તા. ૩૧ જુલાઈ સુધીમાં કરાવી લેવાની રહેશે
રાજ્ય સરકારશ્રીનાં પેન્શનરોને જણાવવાનું કે, નાણા વિભાગનાં ઠરાવ ક્રમાંક- તજર/૧૦૨૦૦૭/૧૩૨/ ઝ, તા.૧૭-૦૯-૨૦૧૨ મુજબ રાજ્ય સરકારનાં IRLA SYSTEM થી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે- જૂન-જુલાઇ, ૨૦૨૪ માસમાં કરાવવાની રહે છે. જે મુજબ અત્રેથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ બેંકને મોકલી આપવામાં આવેલ છે. હજુ સુધી હયાતી ન કરાવી હોય તો જે બેંકમાંથી પેન્શન મેળવતા હોઇ તે જ બેંકમાં જઇ તા.૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવા જિલ્લા તિજોરી કચેરી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Recent Comments