રાજ્ય સરકારે આગામી વર્ષની શરુઆતે વીજળી ખરીદવા માટેની કાર્યવાહી શરુ કરી દીધીફેબ્રુઆરી થી જૂનના સમયગાળામાં વીજળીની માંગ ૨૨ હજાર મેગાવોટ જેટલી રહેવાની સંભાવના
હાલમાં રાજ્યમાં ખેડૂતોની ફરિયાદો વીજળીને લઈ ખૂબજ વર્તાઈ રહી છે. ક્યાંક રાત્રી દરમિયાન વીજળીને લઈ ખેડૂતો પરેશાન છે, તો ક્યાંક અપૂરતી વીજળી અપાતી હોવાની રાવ છે. આ ફરિયાદોને લઈ હવે રાજ્ય સરકારે ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે પાણી અને વીજળી સમયે મળી રહે એ માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકારે સૌથી પહેલાતો વીજળીની ખેંચને પહોંચી વળવા માટે વીજળી ખરીદવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય સરકાર દ્વારા ૭૦૦ મેગાવોટ વીજળીની ખરીદી કરવામાં આવનાર છે. આ માટે ટેન્ડર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા માટે સરકારે પ્રયાસ કર્યા છે, જે મુજબ વીજળી ખરીદી માટે બિડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સનુસાર વીજળીની માંગ આગામી વર્ષે વધવાની સંભાવનાઓને ધ્યાને રાખીને ખરીદવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ૧૮૦૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. જે આગામી ફેબ્રુઆરી માસથી ગરમીની શરુઆત સાથે જ વીજળીની માંગમાં વધારો થશે.
આમ ઉનાળાના દિવસો દરમિયાન વીજળીની વધનારી માંગને પહોંચી વળવા માટે અત્યારથી જ સરકારે આયોજન શરુ કરી દીધુ છે. ફેબ્રુઆરી થી જૂન દરમિયાનના ૧૪૦ દિવસેક ના સમયગાળામાં વીજળીની માંગ ૨૨ હજાર મેગાવોટ જેટલી રહેવાની સંભાવના હોય છે. આ માંગમાં વધારો થવાથી ૨૩ હજાર મેગાવોટ વીજળીની જરુરિયાત સર્જાય તો તેને પહોંચી વળવા માટે માટે આયોજન જરુરી છે. આ માટે થઈને સરકારે ૭૦૦ મેગાવોટ વીજળીની ખરીદી માટે બિડની પ્રક્રિયા કરી છે. હાલમાં ેંય્ફદ્ગન્ દ્વારા વીજળીની ખરીદી ખાનગી કંપનીઓ પાસેથી પણ કરવામાં આવે છે.
જેમાં અદાણી, તાતા, એસ્સાર સહિતની અગ્રણી કંપનીઓનો સમાવેશ થાય છે. જેઓ પાસેથી ૭૫૦૦ મેગાવોટ સુધી વીજળી ખરીદવામાં આવે છે. આ સિવાય અન્ય કંપનીઓ પાસેથી પણ અલગ અલગ મેગાવોટ મુજબ વીજળીની ખરીદી કરવામાં આવે છે. જ્યારે રાજ્યના પોતાની માલિકીના એકમો દ્વારા ૨૫૦૦ મેગાવોટ વીજળી મેળવાઈ રહી છે. જેમની ક્ષમતા ૬૬૮૦ મેગાવોટ જેટલી છે. આમ સરકાર દ્વારા ખાનગી કંપનીઓ અને રાજ્ય બહારથી પણ વીજળી મેળવવાની જરુરિયાતો ઉભી થતી હોય છે.
Recent Comments