અમરેલી

રાજ્ય સરકારે તમામ ફિક્સ પગાર ના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો પગાર વધારો કર્યો છે પરંતુ તેમાંથી ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ પગાર વધારાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે .

આ અધ્યાપક સહાયકો પીએચડી નેટ સ્લેટ જેવી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા હોવા છતાં પણ તેઓનો ફિક્સ પગાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને વહીવટી સહાયકો કરતા પણ ઓછો છે.આ અનુસંધાને અધ્યાપક મંડળ દ્વારા અનેકવાર સરકારશ્રીમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા અધ્યાપક સહાયકોએ ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા મજબૂર થવું પડ્યું છે.

*આજરોજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. નીરજા ગુપ્તા મેડમને અધ્યાપક સહાયકોના પગાર વધારા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અધ્યાપક સહાયકો હાજર રહ્યા હતા* આ સાથે આજરોજ અધ્યાપક સહાયકોએ પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી તેમજ નાણામંત્રી શ્રી ને પોસ્ટ કાર્ડ લખી રજૂઆત કરેલ છે .અધ્યાપક સહાયક મંડળ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના કુલપતિ શ્રીઓને આવેદનપત્ર આપવામાં આવશે તેમજ ગુજરાતના તમામ ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓને પણ આવેદનપત્ર આપવામાં આવશે.

Related Posts