fbpx
ગુજરાત

રાજ્ય સરકારે વ્યવસાય વેરો ૫૦૦ના બદલે ૨૫૦૦ કરાયો

દેશ સહિત ગુજરાતમાં ભારે મોંઘવારી વચ્ચે રાજ્ય સરકારે પણ વ્યવસાય વેરામાં પણ ધરખમ વધારો જીક્યો છે. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરાપાત્ર વેપારીઓ માટે એપ્રિલ ૨૦૨૨થી વેરા દરના સ્લેબમાં ફેરફાર કરાયા છે. અત્યાર સુધી નગરપાલિકા રૂ.૨.૫૦ લાખથી વધુ ટર્નઓવર અને ૬ થી ૯ હજારના પગારદાર ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ.૫૦૦ વ્યવસાય વેરો, જ્યારે ૫ થી ૧૦ લાખ ટર્નઓવર અને ૯ થી ૧૨ હજારના પગારદાર કર્મચારી ધરાવતી વેપારી પેઢી પાસેથી વાર્ષિક રૂ.૧૨૫૦ વેરો વસૂલતી હતી.

હવે આ બંને સ્લેબના બદલે ગત એપ્રિલથી રૂ.૨૫૦૦ વ્યવસાય વેરો અમલમાં મૂકાયો છે.આથી નવા વ્યવસાય વેરા દર મુજબની નોટિસો વેપારીઓને મોકલવામાં આવતાં ગત વર્ષ કરતાં પાંચ ગણો વેરો વધુ જાેઇ ચોંકી ઉઠેલા કેટલાક વેપારીઓએ કોર્પોરેટરો મારફતે પાલિકામાં પૂછપરછ કરાવી હતી, તો કેટલાક સરકારે દરમાં ફેરફાર કર્યા હોવાનો પ્રત્યુત્તર મળતાં પાછા ફર્યા હતા. મહેસાણા શહેરમાં ૧૭,૫૦૦થી વધુ વેપારીઓ નગરપાલિકાના વ્યવસાય વેરા ચોપડે નોંધાયેલા છે. જેમાં રૂ.૨.૫૦ લાખથી ઓછું ટર્નઓવર કરતા વેપારી પેઢીને વ્યવસાય વેરોમાંથી મુક્તિ અપાયેલી છે.

નગરપાલિકાની વ્યવસાય વેરા શાખામાં ગુજરાત સરકારના નોટિફિકેશનથી રૂ. ૫૦૦ અને ૧૨૫૦ના વ્યવસાય વેરાના સ્લેબ નાબૂદ કરી તમામ કરધારકોના રૂ.૨૫૦૦ કરાયાની નોંધ લગાવાઇ છે. કરપાત્ર વ્યવસાયકારોએ નગરપાલિકામાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વરો ભરવાનો રહે છે, ત્યાર પછી વ્યાજ ચઢતું હોય છે. જેને લઇ નગરપાલિકા દ્વારા જુલાઇ માસમાં તમામ કરપાત્ર ૧૭,૫૦૦ વેપારીને વ્યવસાય વેરો ભરવા અંગેની નોટિસો મોકલાઇ હતી.

જે નોટિસમાં રૂ.૨૫૦૦ વેરો જાેઇ વેપારીઓ ચોંકી ઉઠ્‌યા હતા. રૂ. ૬થી ૯ હજારના પગારદાર કર્મીદીઠ અગાઉ માસિક રૂ.૮૦ અને ૯ થી ૧૨ હજારના પગારદાર કર્મી દીઠ માસિક રૂ. ૧૫૦ વ્યવસાય વેરો હતો. આ પગારદારોને વ્યક્તિગત વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ છે. જ્યારે માસિક રૂ.૧૨હજારથી વધુ પગાર આપતી પેઢી પાસેથી વ્યક્તિગત રૂ.૨૦૦ વ્યવસાય વેરો કરાયો છે.

Follow Me:

Related Posts