બોલિવૂડ

રાજ કુન્દ્રા ભવિષ્યની મોટી ઈચ્છા વિષે જણાવ્યું

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. રાજ કુન્દ્રા તેની ફિલ્મ ેં્‌ ૬૯નું જાેરદાર પ્રમોશન કરતા જાેવા મળ્યા હતા. આ સમયે તેણે કેટલાક ખુલાસા પણ કર્યા હતા. હાલમાં જ રાજ કુન્દ્રાએ એક મોટો ખુલાસો કર્યો છે. રાજ કુન્દ્રાએ સ્પષ્ટતા કરી છે કે તે ભવિષ્યમાં કઈ અભિનેત્રીઓ સાથે કામ કરવા માંગે છે. આશ્ચર્યની વાત એ છે કે રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટી સાથે નહીં પણ દીપિકા પાદુકોણ સાથે કામ કરવા માંગે છે. રાજ કુન્દ્રાએ સીધી જ આવી ઈચ્છા વ્યક્ત કરી હતી. એવું જાેવા મળે છે કે રાજ કુન્દ્રાની આ વાત સાંભળીને લોકો ચોંકી ગયા છે. કારણ કે શિલ્પા શેટ્ટી નહીં પરંતુ દીપિકા પાદુકોણ રાજ કુન્દ્રાની ફેવરિટ એક્ટ્રેસ છે. થોડા દિવસો પહેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા. ડાયરેક્ટ પોર્ન કેસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. તેને થોડાં દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.

Related Posts