fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાણસીકી ગામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે

ગોંડલ તાલુકાના રાણસીકી ગામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમ ખાતે આગામી તારીખ 13 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એમાં ધૂન ભજન કીર્તન ગુરુ વંદના પૂજ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને મહાનુભાવના હસ્તે સદગુરુ દેવની પ્રતિમાની પૂજન વિધિ તથા પૂજ્ય સંતોના પ્રસંગિક પ્રવચનો, મહાનુભાવોનું પ્રસંગોચિત વક્તવ્ય, ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts