fbpx
ગુજરાત

રાણીપમાં વેપારીઓએ હાથમાં વાટકા લઇને ભીખ માંગી સીલિંગ કાર્યવાહીનો વિરોધ કર્યો

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોથી બીયુ પરમિશન વિના ચાલતી સ્કૂલો, કોમર્શિયલ કોમ્પલેક્સોને સીલ મારી દેતાં લોકો હેરાન થઈ રહ્યાં છે. જેની વચ્ચે આજે રાણીપ વિસ્તારના વેપારીઓએ સિલિંગ કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો હતો. રાણીપ ગામમાં આવેલા મારુતિ કોમ્પલેક્સના વેપારીઓએ હાથમાં વાટકા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાણીપ વિસ્તારમાં મારુતિ કોમ્પલેક્સમાં આવેલી ૧૫૦ જેટલી દુકાનો સીલ કરી દેવામા આવતા વેપારીઓના રોજગાર ધંધા બંધ થઈ જતાં ફરી તેઓ બેરોજગાર બન્યાં છે. તેમણે દુકાનોના સીલ ખોલવા માટે અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓએ હાથમાં વાટકા લઈને તેમણે ભીખ માંગીને દુકાનોના સીલ ખોલવાની માંગ કરપી હતી. એએમસીએ ગત ૩૧મી મેથી સીલિંગ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અત્યાર સુધીમાં ૨૨૦૦થી વધુ યુનિટ સીલ કરાયાં છે.

Follow Me:

Related Posts