ગુજરાત

રાત્રિ કફ્ર્યુ દરમિયાન એમ્બ્યુલન્સના સાયરન પર પ્રતિબંધ

રાજયમાં કોરોના વાયરસનું તાંડવ ચાલી રહ્યું છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. ગઇકાલે કાળમુખો કોરોના રાજ્યમાં ૯૪ લોકોને ભરખી ગયો છે. કોરોનાએ લોકોનું શારીરિક સ્વાસ્થ્ય તો બગાડ્યું જ છે, પરંતુ સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. ચારે તરફ બિહામણા અને લાચારીના દ્રશ્યો, તેમજ એમ્બ્યુલન્સના અવાજ સાંભળીને ડરનો માહોલ ઉભો થયો છે. જેના કારણે લોકોની રાતોની ઉંઘ પણ હરામ થઇ છે.

આ બધા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. કોરોનાની આ પરિસ્થિતિ વચ્ચે લોકોનું માનસિક સ્વાસ્થ્ય ના કથળે તે માટે હવે રાત્રિ કફ્ર્યુ દરમિયાન ૧૦૮ એમ્બ્યુન્સની સાયરન વગાડવા પર પ્રતિબધ મુકવામાં આવ્યો છે. માત્ર ૧૦૮ જ નહીં પરંતુ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સ માટે સાયરન વગાડવા પર પ્રતિબંઘ લગાવ્યો છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે અને આ ડરનો માહોલ ઉભો ન થાય માટે રાત્રિ દરમિયાન એમબ્યુલન્સની સાયરન લગાવવા પર પ્રતિબંધ મુકાયો છે
ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન તો ટ્રાફિક હોવાના કારણે ફરજિયાત એમ્બ્યુલન્સની સાયરન વગાડવી પડે છે. જ્યારે રાત્રિ કફ્ર્યુ દરમિયાન રસ્તા પર ટ્રાફિક હોતું નથ, જેથી આ ર્નિણય કરવામાં આવ્યો છે. જાે કે રાત્રે જાે ટ્રાફિક હોય તો એમ્બ્યુલન્સને સાયરન વગાડવા માટેની છુટ આપવામાં આવી છે.

Related Posts