રાત્રે ઊંઘતી વખતે આ નાનકડું કામ કરશો તો સડસડાટ ઉતરવા લાગશે વજન
તમે વજન ઉતારવા ઇચ્છો છો અને નથી ઉતરતુ વધેલું વજન? વધેલું વજન ઉતારવું ખૂબ જ મુશ્કેલ કામ છે. વધેલા વજનને ઘટાડવા માટે આજકાલ અનેક લોકો જીમમાં જઇને કસરત કરતા હોય છે અને સાથે ડાયટ પ્લાન પણ કરતા હોય છે. જો કે આટલું બધુ કરવા છતા પણ અનેક લોકોને વજન ઉતારવામાં અનેક ઘણી મહેનત કરવી પડે છે. તો આજે અમે તમને એક એવી ટિપ્સ જણાવીશું જે તમારું વજન ઘટાડશે અને આળસુ લોકોને પણ આમાં બહુ મહેનત નહિં પડે. તો જાણી લો તમે પણ આ ટિપ્સ વિશે..
ધાબળા વગર ઊંઘવાનો પ્રયત્ન કરો
દરેક લોકોને રાત્રે ધાબળો લઇને સુવાની આદત હોય છે. આમ, જો તમને પણ આ આદત હોય તો તમારે આજે જ બદલી નાંખવી જોઇએ. એવું માનવામાં આવે છે કે જો તમે ઠંડા વાતાવરણમાં ઊંઘી જાવો છો તો તમારું મેટાબોલિઝમ વધે છે. આ માટે રાત્રે શરદી થવાને કારણે શરીરમાં હેલ્ધી બ્રાઉન ફેટનું પ્રમાણ વધવા લાગે છે જેના કારણે વધારાની બ્લડ સુગરથી છૂટકારો મેળવવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આ માટે તમે જ્યારે પણ રાત્રે સુઇ જાવો ત્યારે ખાસ કરીને બ્લેન્ટ વગર સુઇ જાવો.
આ સાથે ખાસ મહત્વની વાત એ છે કે તમે રાત્રે જ્યારે સુઇ જાવો ત્યારે પ્રોટીન શેક પીને સુઇ જાવો. આમ કરવાથી તમને રાત્રે ભૂખ લાગતી નથી. પ્રોટીન શેક તમારા શરીરને પચાવવાનું કામ કરે છે જેથી કરીને કેલરી બર્ન થાય છે અને તમને રાહત પણ થાય છે. આ માટે તમે રાત્રે જમો એના કરતા જો તમે પ્રોટીન શેક પીને સુઇ જાવો છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે.
Recent Comments