fbpx
ગુજરાત

રાત્રે ૧ વાગ્યે પ્રેમાલાપમાં વ્યસ્ત યુવક-યુવતીને લોકોએ ફટકાર્યા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસરમાં આદિવાસી યુવતીને મળવા રાત્રે તેના ઘરે પ્રેમી આવ્યો હતો. બંને પ્રેમાલાપમાં વ્યસ્ત હતાં ત્યાં ગામનાં લોકોને ખબર પડી જતાં લોકોનાં ટોળાં ભેગા થઈ ગયાં હતાં. યુવતીએ પ્રેમીને ઘરમાં ઉપરના માળે છૂપાવી દીધો હતો પણ ટોળાએ ઘરમાં ઘૂસીને પહેલાં યુવતીને ફટકારી હતી. એ પછી તેમણે યુવતીના પ્રેમીને પણ શોધીને તેને ફટકાર્યો હતો. યુવતીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ છોટાઉદેપુર જિલ્લાની પણ હાલ મંજુસરમાં પટેલ ફળિયામાં રહેતી ૨૦ વર્ષની સપના ચોરમા રાઠવાએ ભાદરવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે. સપનાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મંજુસરની કંપનીમાં નોકરી કરું છું અને છેલ્લા છ માસથી ગામના દિવાન ફળિયામાં રહેતા કુતુબશા યુસુફશા દિવાન સાથે પ્રેમસંબંધ છે. શુક્રવારે રાત્રે અમે ઊંઘતા હતા ત્યારે રાત્રે એક વાગે કુતુબશાનો ફોન આવ્યો હતો. તેણ મને કહ્યું હતું કે, હું તને ચોકલેટ આપવા આવું છું અને દરવાજાે અંદરથી ખૂલ્લો રાખજે..
સપનાની ફરિયાદ પ્રમાણે, થોડા સમય બાદ કુતુબશા આવતા તેણે દરવાજાે ખોલ્યો હતો અને બંને ઘરની આગળની રૂમમાં બેસીને પ્રેમાલાપ કરતાં હતાં ત્યારે ઘરની બહાર ટોળું ભેગું થયું હતું. લોકોએ દરવાજાે ખોલવા માટે બૂમાબૂમ કરતાં સપનાએ કુતુબશાને ઘરના ઉપરના માળે મોકલી દીધો હતો. લોકોનાઅવાજના કારણે ઘરની અંદર ઊંઘી ગયેલાં સપનાનાં સંબધી સુમિત્રાબેન પણ જાગી ગયાં હતા. તેમણે ઘરનો દરવાજાે ખોલતા બહાર બેલ્ટ, લોખંડની પાઇપ, લાકડીઓ લઇને ઉભેલું ટોળું ઘરમાં ઘૂસી આવ્યું હતું. ટોળામાંના હિતેશ તેમજ જગદીશે પૂછ્યું હતું કે, ક્યાં છે તારો પ્રેમી? તેમણે સપનાને લાફા મારી દીધા હતાં. બાદમાં ટોળાના માણસોએ કુતુબશાને શોધીને નીચે લઇ આવી ફટકાર્યો હતો. સપના તેને છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો.
થોડા સમયમાં પોલીસ આવી જતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે હિતેશ શર્મા, જગદીશ પંચાલ, યશ સોલંકી સહિત ૧૯ સામે ફરિયાદ થતા તેની તપાસ એસસીએસટીના ડીવાયએસપીએ હાથ ધરી હુમલાખોર બે સગીર સહિત ૧૪ની ધરપકડ કરી છે.

Follow Me:

Related Posts