રાધનપુરમાં એક યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ૫ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
પાટણના રાધનપુરમાં એક યુવકની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને કેદની સજા ફટકારવામાં આવી છે. યુવકની હત્યા ૫ વર્ષ અગાઉ રાધનપુરમાં કરવામાં આવી હતી. યુવક આહીર માલાભાઈની લગ્નમાં હત્યા કરાઈ હતી. આ મામલે કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
રાધનપુરના યુવક આહીર માલાભાઈની હત્યા મામલે ૬ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. ૫ વર્ષ અગાઉ આહીરની એક લગ્ન પ્રસંગમાં હત્યા કરાઈ હતી. યુવકની હત્યાના મામલામાં ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સેશન્સ કોર્ટે ૧ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુક્યો હતો. જ્યારે ૫ આરોપીઓ આહીર દેવાયતભાઈ ભલાભાઈ, આહીર બાબુભાઇ રાયમલભાઈ, આહીર દિનેશભાઇ રાયમલભાઈ, આહીર તેજાભાઈ ભલાભાઈ અને આહીર અરજનભાઇ તેજાભાઈને આજીવન કેદની સજા આપી હતી. કોર્ટે આરોપીઓને કેદની સજા સાથે પીડિતના પરિવારને પાંચ લાખની સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ ૫ આરોપીઓ પાંચ વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગ તિક્ષ્ણ હથિયાર સાથે આવ્યા હતા. પ્રસંગમાં આવી તેમણે આહીર માલાભાઈ પર હુમલો કર્યો. આ પાંચેય વ્યક્તિઓએ એકસાથે હુમલો કરતા આહીર લોહીલુહાણ થયો હતો. માલાભાઈ આહીરને માર માર્યા બાદ તમામ આરોપીઓને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજા પામેલ માલાભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
Recent Comments