fbpx
ગુજરાત

રાધનપુરમાં પિયરે આવેલી દિકરીના દાગીના સહિત ૧.૮૨ લાખનો મુદ્દામાલ ચોરી થયો

રાધનપુરનાં ગંજબજારમાં પ્લોટ નં. ૭૧માં એકાઉન્ટનું કામ કરતાં કિરીટભાઇ ભીખાભાઇ પંચાલની દિકરી પૂનમબેન તા. ૨૦-૬-૨૨ના રોજ સાસરીથી પીયરમાં આવ્યા હતા. ત્યારે તેઓએ પહેરેલા દાગીના સુતી વખતે દાગીના કાઢીને ઘરમાં આવેલા લાકડાનાં કબાટમાં મુક્યા હતા અને કિરીટભાઇ, તેમનાં પત્નિ, તેમની દિકરી, તેમનાં સાસુ વગેરે ઘરની બાજુની ખુલ્લી ગેલેરીમાં ખાટલા ઢાળીને સુતા હતા. જ્યારે તેમનો દિકરો આનંદ અને તેમનાં જમાઇ ભરતભાઇ મકાનના ધાબામાં સુતા હતા. ઘરમાં બંને દરવાજાને તાળુ મારેલું હતું. પરિવારજનો વાતો કરીને સુઇ ગયા હતા. ત્યારે કિરીટભાઇની પત્નિ ચંદ્રિકાબેનનાં ઓશિકા નીચે ચાવી રાખી હતી. જ્યારે દિકરી પૂનમબેને જાગીને જાેયું તો ઘરનો દરવાજાે ખુલ્લો પડેલો જાેતાં અંદરનાં કબાટમાં જાેતાં તે પણ ખુલ્લું પડેલું હતું અને સામાન પલંગ પર વેરવિખેર પડેલો જાેતાં પુનમબેને તેમનાં પિતા અને માતાને જાણ કરતાં બધા દોડી આવ્યા હતા.

ચંદ્રીકાબેને તેમનાં ઓશિકા નીચે જાેતાં તિજાેરીની ચાવીઓ ત્યાં નહોતી પડી ઘરનાં દરવાજાને મારેલું તાળુ ગેલેરીની પાળી પર પડેલું હતું. તિજાેરીમાં તપાસ કરતાં અંદરથી તસ્કરો રૂ. ૩૭ હજાર ૫૦૦ની કિંમતનું સોનાનું અઢી તોલાનું એક મંગળસુત્ર, રૂ. ૪૫ હજારનો સોનાનો ત્રણ તોલાનો હાર, રૂ ૧૫ હજારની સોનાની એક તોલાની બુટ્ટી નંગ-૨, રૂ ૧૫ હજારની સોનાની એક તોલાની લક્કી, રૂ. ૧૫ હજારની સોનાની એક તોલાની ચેન, રૂ. ૩ હજાર ૫૦૦નો ચાંદીનો ઝુડો, રૂ. ૪ હજારની ચાંદીની પાયલ, રૂ. ૧૦ હજારનો મોબાઇલ તથા રૂ.૩૭ હજારની રોકડ રકમ મળી કુલ રૂ?. ૧ લાખ ૮૨ હજારની મતાની ચોરી કરી ગયા હતા. તેઓએ આજુબાજુમાં અને ચોકીયાતને પુછતાં કોઇ જાણકારી મળી નહોતી. જેથી તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.રાધનપુર નગરમાં આવેલી રામદેવ ટાઉનશીપ સોસાયટીનાં મકાન નં. સી-૩૯માં તસ્કરોએ ત્રાટકીને ઘરમાં પ્રવેશીને લાકડાની તિજાેરીમાંથી રૂ.૧ લાખ ૩૫ હજારનાં સોના-ચાંદીના દાગીના તથા રૂા. ૧૦ હજારના બે મોબાઇલ તથા રૂ. ૩૭ હજાર રોકડા મળી કુલ રૂ. ૧ લાખ ૮૨ હજારની મતાની ચોરી કરી ગયા હતા.

Follow Me:

Related Posts