fbpx
ગુજરાત

રાધનપુર નેશનલ હાઈવે પર ટેલર નીચે બાઈક ઘૂસી ગયું, ટેલરના ચાલકે બ્રેક મારી દેતા બે લોકોનો બચાવ

પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર ભાભર ત્રણ રસ્તા નજીક મંગળવારે ટેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર બે ઈસમોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે રાધનપુર અને ત્યારબાદ મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે હાઈવે પર ટ્રાફિકના દ્રશ્ય સર્જાતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ મંગળવારના સવારના સુમારે રાધનપુરના નેશનલ હાઇવે માર્ગ નંબર ૨૭ પરથી પસાર થઈ રહેલા ટેલરને ઓવરટેક કરવા જતા બાઈક સ્લીપ ખાઈ જતા ટેલર નીચે ઘૂસી ગયું હતુ જાેકે ટેલર ચાલકે અચાનક બ્રેક મારી દેતા જાનહાની ટળી હતી.

આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી બંને ઈસમોની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે બંનેને મહેસાણા રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઇવે પરનો ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts