રાધિકા આપ્ટેએ પુરૂ કર્યુ શુટીંગ
તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલી અભિનેત્રી રાધિકા આપ્ટે બોલીવૂડમાં અલગ અને પડકારજનક ભુમિકાઓને કારણે જાણીતી છે. તેણેડોકટરની ડિગ્રી મેળવી હતી અને વેલ્લોરની હોસ્પિટલમાં ડોકટર તરીકે પ્રેકટીસ પણ કરી હતી. ૨૦૦૫માં વાહ લાઇફ હો તો ઐસી ફિલ્મથી તેણે અભિનય શરૂ કર્યો હતો. મરાઠી ફિલ્મમાં તેને મુખ્ય ભુમિકા મળી હતી. બંગાલી અને તેલુગુ તેમજ તલિમ ફિલ્મો પણ તે કરી ચુકી છે.
હાલમાં તેની ફિલ્મ ફોરેન્સિક આવી રહી છે. આ ફિલ્મનું શુટીંગ તેણે તાજેતરમાં પુરૂ કર્યુ છે. ફિલ્મમાં તેની સાથે વિક્રાન્ત મેસી પણ મુખ્ય ભુમિકામાં છે. ‘ક્રિમિનલ જસ્ટિસ’ ફેઇમ વિશાલ ફુરિયાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. વિક્રાન્ત સાથેનો ફોટો રાધિકાએ શૅર કર્યો હતો. ગયા વર્ષે રાધિકા રાત અકેલી હૈ ફિલ્મમાં રાધા નામના પાત્રમાં જાેવા મળી હતી. શોર ઇન ધ સીટી, બદલાપુર, લિજેન્ડ, પોર્ચ્ડ, હન્ટરર, માંઝી, કાબીલ, લસ્ટ સ્ટોરીઝ સહિતની ફિલ્મો માટે તે જાણીતી છે.
Recent Comments