રાધેકૃષ્ણ હાઇસ્કુલ – ભાંખલ દ્વારા ગુરુપૂર્ણિમા ના મહાપર્વ નિમિત્તે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું
ભારતીય સંસ્કૃત ક્લાશૈલી અને શ્રી રામના હૃદય સમાં સુંદરકાંડ ના ગાન થકી રાધેકૃષ્ણ હાઇસ્કુલ – ભાંખલ* માં ગુરુપૂર્ણિમાનાં મહાપર્વ નિમિત્તે સંસ્કૃતિના પાઠનું બાળકોમાં સિંચન થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન થયેલું.જેમાં દિહોરના શાસ્ત્રીજી નિકુંજભાઈ રાજ્યગુરુએ સંગીતમય શૈલીમાં રામાયણના સુંદરકાંડનું સુમધુર કંઠે ગાન કરેલ. જેમાં બાળકોએ 10 થી 2 વાગ્યા સુધી નિયમાનુસર ચોપાઈ ગાન કરેલ અને એ પછી 2.30 થી 5 વાગ્યા સુધી સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા થકી બાળ માનસમાં વિસરતી સંસ્કૃતિ ને ઉજાગર કરવામાં આવેલ અને આ સમગ્ર કાર્યક્રમ ની સંપૂર્ણ સફળતા માટે શાળાના ટ્રસ્ટી શ્રી , આચાર્યશ્રી તેમજ શિક્ષક સ્ટાફે તૈયારી પૂર્વક માર્ગદર્શન પૂરું પાડેલ અને બાળકોને પ્રોત્સાહન આપી ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી
Recent Comments