સૌરાષ્ટ - કચ્છ

રાપરથી ૨૧ કિલોમીટર દૂર રાત્રે ૩.૩૧ મિનિટે ૩.૨ની તિવ્રતાનો ભૂંકપનો આંચકો નોંધાયો

ભૂંકપ ઝોન ૫માં આવતા દેશના સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા હવે સામાન્ય બાબત બની ગયા હોય એવું લગાતાર આવતા રહેતા આફ્ટરશોક પરથી લાગી રહ્યું છે. વર્ષ ૨૦૨૩ના પ્રારંભિક સપ્તાહમાં ભાંગતી રાત્રે ૩.૩૧ મિનિટે રાપરથી ૨૧ કિલોમીટર દૂર પશ્ચિમ દિશાએ ૩.૨ની તિવ્રતાનો વધુ ભૂંકપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરીના રિકટર સ્કેલ પર અંકિત થયો હતો. વર્ષ ૨૦૦૧ની તા. ૨૬ જાન્યુઆરીના આવેલા મહા ભૂકંપની વરસીને ૨૩ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, પરંતુ આફ્ટરશોકનો સીલસીલો હજુ સુધી યથાવત રહેવા પામ્યો છે.

ગત વર્ષના ડિસેમ્બર માસ દરમ્યાન ધરતીકંપના ૪ આફ્ટરશોક નોંધાયા હતા. તેમાં ત્રણ અફટરશોક ૩થી વધુની તિવ્રતા ધરાવતા હતા. છેલ્લે તા. ૨૮ ડિસેમ્બરના આવેલો ૩.૫ની તીવ્રતાનો આફ્ટરશોક ભારે ધ્રુજારી સાથે અનુભવાયો હતો. જેની અસરના પગલે ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘસડીભર માટે ગભરાઈ ગયા હતા. જાેકે ગત મધ્યરાત્રિએ આવેલા આંચકાની જાણ શિયાળાની ઠંડીમાં મીઠી ઊંઘ માણતા લોકોને થઈ હોવાનું અત્યાર સુધી ધ્યાનમાં આવ્યું નથી.

Related Posts