fbpx
અમરેલી

રાબડી રાજ દામનગર શહેર ઘણીધોરી વગર નું શહેરીજનો ને ભારે હાલાકી શાસકો છુપ વિકાસ રોજ રોડે ચડે છે

દામનગર શહેર ઘણીધોરી વગર નું રાબડીરાજ શહેરીજનો ને ભારે હાલાકી શાસકો છુપ વિકાસ રોજ રોડે ચડે છે ચૂંટણી સમયે હથેળી માં ચાંદ બતાવી જનાર નેતા ઓ ક્યાં ? ખૂબ મોટો વ્યવસાય વેરા ઉપરાંત મિલ્કત વેરો ભરતા વેપારી ઓને નિયમિત સફાઈ જાહેર ટોયલેય સાફસુથરી બજાર સીસીટીવી કેમરા જેવી સેવા મેળવવા નો અધિકાર નથી ? સ્થાનિક પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધા ઓમાં ધોર બેદરકાર શહેર ના હાર્દ સમાં સરદાર ચોક હોય કે લુહાર શેરી રોજ ભુર્ગભ ગટરો અને પીવા ના મીઠા પાણી ની રોડ ઉપર રેલમછેલ લોકો ચાલે કેવી રીતે ?

પેવર બ્લોક ની દુકાનો માં રચ્યા પચ્યા રહેતા શાસકો થી વેપારી ઓમાં પણ ભારે નારાજગી શહેર ની મુખ્ય બજારો વચ્ચે ઉકરડા અને સફાઈ ના અભાવ માં વધુ એક સમસ્યા રોજ કાદવ કીચડ થી રાબડી રસ્તા ઓ ચૂંટણી સમયે રોડ શો કરી વેપારી ઓની સમસ્યા જાણતા ધારાસભ્ય ક્યાં ? શહેરીજનો ને પ્રાથમિક સુવિધા માટે પણ લબડવું પડે છે શહેર નું મુખ્ય વાણિજ્ય બજાર શાસકો ની અણઆવડત થી ભાંગી રહ્યું છે.

આવા કાદવ કીચડ થી ખદબદતા બજારો માં આવે કોણ ? આ સમસ્યા રોજ ની છે જોરશોર થી વેરા વસુલાત માટે નીકળતું પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધા આપવા માં સંપૂર્ણ નિષ્ફળ વેપારી ઓના તારણહાર બની હોદ્દા માટે પડાપડી કરતા આગેવાનો ક્યાં ગયા ? મુખ્ય બજાર માં નિયમિત સફાઈ સાફસુથરા રસ્તા મળશે કે કેમ ? શહેરી વિકાસ વિભાગ ના પ્રાદેશિક કમિશ્નર કચેરી નું તંત્ર દામનગર શહેર ની વિઝીટ કરે તો વિકાસ ક્યાં ને કેવો થાય તેનો ખ્યાલ આવે સહનશીલ શહેરીજનો ને પ્રાથમિક સુવિધા અપાવી શકે તેવા નેતા નો અભાવ ભારે હાલાકી ભોગવતા શહેરીજનો ને પ્રાથમિક સુવિધા આપો થોડી શરમ કરો શરમ કરો શાસકો.

Follow Me:

Related Posts