રાભડા ચક્ષુદાતા સ્વ કરમશીભાઈ પરમાર નું વિવિધ સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન
દામનગર ના રાભડા ચક્ષુદાતા સ્વ કરમશીભાઈ પરમાર નું વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન કરાયું રાભડા નાં રહીશ દામનગર ખાતે ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ નાં શિક્ષક શ્રી બાબુભાઈ કે પરમાર નાં પિતાશ્રી સ્વ કરમશીભાઈ લાલજીભાઈ પરમાર નું કુદરતી દેહાંવસાન થતાં તેમના પરિવારજનો એ ચક્ષુદાન કરવાં નો ઉમદા નિર્ણય લઈ સમાજ નેં નવી રાહ ચીંધી છે.ત્યારે તેમના પરિવાર જનોનુ સન્માન કરવા દામનગર શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સદગત સ્વ કરમશીભાઈ ના નિવાસ સ્થાન રાભડા મુકામે તેમના પુત્ર રત્ન શિક્ષક શ્રી બી કે પરમાર અને મોહનભાઇ પરમાર ને પિતા શ્રી સ્વ ચક્ષુદાતા કરમશીભાઈ પરમાર ના ચક્ષુદાન બદલ સન્માન પત્ર અર્પણ કરાયું હતું
Recent Comments