fbpx
અમરેલી

રાભડા પ્રાથમિક શાળા ના બાળકો માટે સ્વ શાંતાબા મેરુલિયા ની પુણ્યતિથિ એ પુત્રરત્ન હિમતભાઈ એ વોટરકુલર અર્પણ કર્યું

લાઠી તાલુકા ની શ્રી રાભડા પ્રાથમિક શાળામાં ગામ ના દિલેર દાતાશ્રી હિંમતભાઈ વલ્લભભાઈ મેરુલિયા દ્વારા તેમના માતૃશ્રી શાંતાબા ની પૂણ્ય સ્મૃતિમાં ઠંડા પાણીનું વોટર કુલર શાળાના બાળકો માટે ભેટ આપવામાં આવ્યું. વર્ષ ૨૦૨૧-૨૨ના ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  વિજયભાઈ મૂળજીભાઈ પરમાર દ્વારા શાળાને ૧ નંગ બાકડો ભેટ આપવામાં આવ્યો તથા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા તેઓની યાદગીરી માટે ૧ બાકડો શાળા ને ભેટ આપવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી જયેશભાઇ,શિક્ષકોસનીલભાઈ,જાગૃતિબેન,મીનાબેનેકાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ પુનાભાઈ તળાવીયા, જિલ્લા મધ્યસ્થ બેંક ના ડિરેકટર હીરાભાઈ નવાપરા લાઠી તાલુકા પંચાયત સદસ્ય નરેશભાઈ ડોંડા,રાભડા ગ્રામ પંચાયત સરપંચ ભરતસિંહ ગોહિલ, ગામના જાગૃત ગ્રામજનો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બાળકોને હિંમતભાઈ વલ્લભભાઈ મેરુલિયા પરિવાર તરફથી નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ મોટકા દ્વારા કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts