લાઠી શહેર માં સંતોકા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે બે દિવસીય શિક્ષણ શિબિર યોજાય ધોળકિયા ફાઉન્ડેશન શ્રી ઘનશ્યામભાઈ શંકર પરિવાર અને ભંડેરી લેબોન ડાયમંડ દ્વારા પ્રયોજિત શિક્ષણ શિબિર માંવિશ્વની ૧૦ શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિઓ પૈકી એક મુનિ શિક્ષણ પધ્ધતિ(Muni Education Method) અંગે પરિચય અને તાલીમ અંગે બે દિવસીય કાર્યશાળા (Work Shop)નું આયોજન તા.૧૩/૬/૨૨ (કલાક ૧૩–૦૦ થી ૧૯-૦૦) અને ૧૪/૬/૨૨ (કલાક ૯-૩૦ થી ૧૯-૦૦ )ના રોજ લાલજીદાદાના વડલા, લાઠી ખાતે કરવામાં આવે છે.તાલુકા ભર માંથી કેળવણી કારો ની વિશાળ ઉપસ્થિતિ માં મુનિશિક્ષણ પધ્ધતિના પ્રણેતા અને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલ, દિલ્હીના સ્થાપક ડૉ. અશોકસિંહ ઠાકુર પોતે આ કાર્યશાળાના મુખ્ય વક્તા રહેશે. શિક્ષણની મુનિ કાર્યપધ્ધતિ શિક્ષકોની અસરકારક્તા વર્ધન સાથોસાથ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના અગત્યના પાસાઓ જેવા કે મૂલ્ય, ગુણાંક, સમજણ, આત્મવિશ્વાસ, સર્જનશક્તિ, કુશળતા, વલણ, જ્ઞાન વિગેરેમાં પણ ગુણાત્મક સુધાર લાવતી પધ્ધતિ છે. વળી આ પધ્ધતિ વિદ્યાર્થીને પૂર્વ પ્રાથમિક થી અનુસ્નાતક અભ્યાસ અને જીવનભર ટેક્નિકલ બાબતો શિખવા, સમજવા અને ભણાવવામાં ખૂબ અસરકારક તેમજ મદદરૂપ રહે છે.આપની શિખવાની ક્ષમતામાં વૃદ્ધિ તેમજ કુશળતા અને અસરકારક્તામાં ઓછામાં-ઓછી ૧૦ ગણી વૃદ્ધિ કરી શિક્ષણક્ષેત્રે અગ્રેસર બનવા આ કાર્ય શિબિરમાં સર્વ ને અવગત કરાયા હતા આ કાર્યશિબિર શ્રી રામકૃષ્ણ પરિવાર,શ્રી ધોળકિયા ફાઉન્ડેશન, શ્રી ઘનશ્યામભાઈ શંકર પરિવાર અને ભંડેરી લેબોન ડાયમંડ દ્વારા પ્રયોજિત છે.
રામકૃષ્ણ ઓડિટોરિયમ સંતોકા મેડિકલ સેન્ટર ખાતે. મુનિશિક્ષણ પધ્ધતિના પ્રણેતા અને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલ દિલ્હીના સ્થાપક ડૉ.અશોકસિંહ ઠાકુર ની અધ્યક્ષતા માં શિક્ષણ શિબિર યોજાય

Recent Comments