fbpx
ગુજરાત

રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામી શ્રી નિખીલેશ્વરાનંદજી દ્વારા શિક્ષકોને સંબોધન ૧૭૦૦ વિદ્યાર્થી ઓને સ્કુલ કીટ વિતરણ

ભાવનગર ની સેવાભાવી સંસ્થા શિશુવિહારના ઉપક્રમે સતત ૧૪ માં વરસે ૧૭૦૦ ગરીબ વિધ્યાર્થીઓને સ્કુલ કીટ નું વિતરણ કરાયું છે. શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા શ્રી મુકેશભાઈ ઓઝા પરિવારના ના આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવીછે.. આ ઉપક્રમે તા.૧૬ જુલાઈ મંગળવારે રામકૃષ્ણ મિશન ના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ ની ઉપસ્થિતિ માં શ્રી મુકેશ ભાઈ ઓઝા નું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું….તેમજ નગરપાલિકા ની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર દ્વારા સતત ૧૬ માં વર્ષે બાળ પુસ્તકાલય અંતગર્ત ૧૦૦-૧૦૦ પુસ્તકો નો સેટ વિતરણ કરવામાં  આવ્યું.શિશુવિહાર પ્રાંગણમાં યોજાતી વિવિધ તાલીમો માટે ના સમસારા ભવન નું લોકાર્પણ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી તથા શ્રી મુકેશભાઈ ઓઝાના વરદ હસ્તે થશે. સવિશેષ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન , વાઇસ ચેરમેન શ્રી તથા નવ નિયુક્ત સભ્યશ્રીનું અભિવાદન થયું. જ્યોતિરધર શિક્ષક  તેવા પ્રભુત્વ વિચારો આપનાર સ્વામી શ્રી નિખીલેશ્વરાનંદજી એ શિક્ષકો ને તથા ભાવનગરમાં ચાલતા ક્રીડાંગણ ના સંચાલકો ને ઉદ્બબોધન કરવામાં આવ્યું. શિક્ષણ વિથ ડોક્ટર નલિનભાઈ પંડિત ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું સંચાલન શ્રી સાગરભાઈ  દવે એ કર્યું હતું..

Follow Me:

Related Posts