રામચરિતમાનસ તમામ સમસ્યાઓનું સમાધાન છે: શંકરાચાર્ય રામસ્વરૂપાચાર્ય
મહુવામા તુલસી જયંતિ મહોત્સવના બીજા દિવસની સંગોષ્ઠિ
કુંઢેલી,તા.૧૪ પૂ. મોરારીબાપુ દ્વારા આયોજિત તુલસી જયંતિ મહોત્સવનો બીજો દિવસ વિવિધ સંસ્કૃત અને કથા જગતના વિદ્વાનોના વિચારો સાથે સંપન્ન થયો. મહુવાના જાણીતા કૈલાસ ગુરુકુળ ખાતે અયોધ્યાના કામેશ્વરપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય રામસ્વરૂપાચાર્યજી મહારાજે બીજા દિવસના પ્રથમ સંગોષ્ઠીમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતા કહ્યું કે” આજે આપણાં દેશમાં જે પણ સમસ્યાઓ છે, પછી તે રાજકીય હોય કે સામાજિક, બધાનો ઉકેલ રામચરિતમાનસમાં છે.પોતે રામચરિતમાનસ જ તેને ઉકેલી શકે છે. આચાર્ય શ્રી અરવિંદ પાંડેજી દ્વારા આયોજિત આ સત્રમાં શંકરાચાર્યએ ખૂબ જ ઉત્સાહથી પોતાના વિચારો રજૂ કર્યા. કથાકાર શ્રી શૈલેષ મિશ્રાજીએ કહ્યું કે ભગવાન રામનો પ્રભાવ અને સ્વભાવ અદ્ભૂત છે.અને સુંદરકાંડ સિવાય, તેમને તમામ 6 કાડોમાં રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય દ્વારકેશલાલજી બાવાએ જણાવ્યું કે જ્ઞાન, વિજ્ઞાન, પ્રજ્ઞાનનો પ્રવાહ દરેકને આંદોલિત કરે છે. કોઇમ્બતુરના શ્રી પ્રેમા પાંડુરંગજી કે જેમને આ મહોત્સવમાં પુરસ્કાર પ્રાપ્ત થવાનો હતો, પરંતુ તે પહેલા તેમનું શરીર શાંત થઈ ગયું. તેમની પોતાની વાણી રેકોર્ડ દ્વારા સાંભળવી પડી. તેમણે કહ્યું “રામચરિતમાનસ દરેકને મનથી શુદ્ધ કરે છે.” બપોરે ચોથા અને અંતિમ પરિસંવાદમાં, ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકાર અને ચિંતક શ્રી ગુણવંત શાહે દરેકને ઓનલાઇન સંબોધ્યા. તેમણે પોતાને મળેલા વાલ્મીકિ એવોર્ડ માટે પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે “વાલ્મિકી એ સત્યના ઉપાસક હતા તેથી તેમની સાથે જોડાયેલો આવો એવોર્ડ સ્વીકારતા હું ગર્વ અનુભવું છું.”આ સાંકળને આગળ લઈ જતાં ભાગવત ભૂષણ પૂજ્ય પુંડરીકજી મહારાજે કહ્યું, “તુલસી જયંતિ એક પ્રયાગ છે. ગોસ્વામીજી આપણા રાષ્ટ્રને મનની આઝાદી આપી રહ્યા છે.” ભાગવત કથાકાર વૃંદાવનના શ્રી ઈન્દ્રીશ શાસ્ત્રીએ પણ આ સત્રમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. શ્રી ભૂપેન્દ્રભાઇ પંડ્યાએ આ સત્રને સંબોધિત કરતા પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.આ સત્રનું સંચાલન પુ. ભક્તિ પ્રભાજીએ કર્યું હતું. આવતીકાલે બપોરે વ્યાસ,વાલ્મીકિ અને તુલસી એવોર્ડ અર્પણ સાથે સમાપ્ત થશે. મર્યાદિત શ્રોતાઓ સાથેની બધી જ સંગોષ્ઠી ખૂબ જ રસપ્રદ રહી
Recent Comments