રામદેવજી મંદિર વાંકિયાના મુખ્ય દાતા સ્વ.લવજીભાઈ પેથાણી ( બાદશાહ ) ને સત્સંગ મંડળ દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ

સ્વ.લવજીભાઈ પેથાણીએ રામદેવજી મંદિર થી નિર્માણથી લઈને જીવંત પર્યત સેવાકાર્યો કર્યા છે જે કદી વીસરી શકાય તેમ નથી – હરેશ બાવીશી અમરેલી તાલુકાના વાંકિયા ગામના વતની તથા અમરેલી સ્થિત અગ્રણી સમાજસેવક સ્વ.લવજીભાઈ પેથાણી ( બાદશાહ ) ને શ્રધ્ધાસુમન અર્પણ કરવા વાંકિયા રામદેવજી મંદિર મહિલામંડળના પ્રમુખ શ્રીમતિ વનિતાબેન પેથાણી , શ્રીમતિ મંજુબેન મનુભાઈ પેથાણી , જયાબેન પેથાણીની ઉપસ્થિતીમાં સત્સંગસભા રાખી સ્વ.લવજીભાઈ પેથાણીને શ્રધ્ધાંજલિ અપાઈ હતી . અત્રે ઉલ્લેખનીય છે કે વાંકિયાગામે નિર્માણ પામેલ રામદેવજી મંદિરના મુખ્ય દાતા તથા વર્ષોથી અષાઢીબીજ , પાટોત્સવ , જળજીલણી અગિયારસના ભોજન પ્રસાદના દાતા રહયાં છે ત્યારે રામદેવજી મંદિર ખાતે મહિલામંડળ તથા કારોબારી સભ્યો દ્વારા સ્વ.આત્માના માક્ષાર્થે પ્રાર્થના કરી હતી આ તકે મંદિર સંચાલક મંડળના અધ્યક્ષ , વિઠલભાઈ કથિરિયા , ટ્રસ્ટીશ્રી મનુભાઈ પેથાણી , વાલજીભાઈ કથિરીયા , મુળજીભાઈ પરમાર , દેવશીભાઈ પેથાણી , સુધીરભાઈ લુણાગરીયા , ભરત કથિરીયા , વિપુલ પેથાણી , હસમુખ પેથાણી , વિ.એ સ્વ.લવજીભાઈ પેથાણીના નિધન પર શોક વ્યકત કરીને મહિલા મંડળ આયોજિત સત્સંગને આવકાર્યો હતો . સમગ્ર સત્સંગનું સંચાલન શારદાબેન કતિરીયાએ કર્યુ હતુ
Recent Comments