અમરેલી

રામધરી ગામમાં બસની રાહ જોવા આ સ્મારકમાં અહીંયા બેસવાની છે, સરકારી વ્યવસ્થા

રામધરી ગામમાં ઉતારુઓ બસની રાહ જોવા આ સ્મારકમાં અહીંયા બેસવાની છે, સરકારી જોખમી વ્યવસ્થા. જો કે, પદાધિકારીઓ અને અધિકારીઓ કાયમ પસાર થાય છે પણ સવલત સુધારવા રસ નથી.

સરકાર દ્વારા અનેકવિધ જનસુખાકારી યોજનાઓ અમલી છે, પરંતુ કેટલાક ગામોમાં આવા લાભ મળતા નથી તે આગેવાનો અને અધિકારીઓ બધા માટે કલંક છે, જેનાથી સરકાર સામે જ અનાયાસે રોષ ઊભો થાય છે.

સિહોર તાલુકાનું રામધરી ગામ ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલું છે. અહીંયાથી આજુબાજુના ગામના ઉતારુઓ આવીને સરકારની બસ હોય કે અન્ય વાહનમાં બેસે છે. 

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા અહી ઉતારુઓ માટે વિશ્રાંતિ સ્થાન નિર્માણ થયેલ પરંતુ વર્ષોથી તૂટતાં રહેલા આ સ્થાનની મરામત કોઈ વિભાગે કરાવી નથી. અહી એક પણ બાજુ દીવાલ નથી, ઉપર છત નથી, નીચે ભોંયતળિયું નથી… માત્ર સ્મારક કે અવશેષ. બેસવા માટે નહિ માત્ર દૂરથી જોવા માટે.

રામધરી ગામમાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને અન્ય ઉતારુઓને બસની રાહ જોવા આ સ્મારકમાં અહીંયા બેસવાની છે, સરકારી જોખમી વ્યવસ્થા. જો કે, પદાધિકારીઓ અને અધિકારીઓ કાયમ પસાર થાય છે પણ આ સરકારી મિલકતની અવદશા અંગે શરમ નથી કે નથી સવલત સુધારવા માટે રસ.

Related Posts