fbpx
ગુજરાત

રામનવમીએ મંદિરમાં ચોરી કરનારી ગેંગના સભ્યો ઝડપાયા, રામ મંદિરમાં પણ કરી છે ચોરી

દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રામનવમીના દિવસે જ મંદિરમાં ચોરી કરતી ગેંગના સભ્યો ઝડપાઈ છે. શહેર પોલીસે પકડેલી ગેંગ રામ મંદિરમાં પણ ચોરી કરી ચૂકી છે. ખડોદરા પોલીસે આ ગેંગના સભ્યો ને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂપિયા પણ મળી આવ્યા છે. પકડાયેલા ગેંગના સભ્યોની પૂછપરછ દરમિયાન શહેરના મંદિરોમાં થયેલી ચોરીના વધુ કેટલાક ભેદ ખુલશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે હવે શહેરમાં મંદિરો પણ સુરક્ષિત ન હોય તેવું છતું થઈ રહ્યું છે. રામનવમીના દિવસે જ મંદિરોને ટાર્ગેટ કરીને મંદિરોમાંથી ચોરી કરતી ગેંગના બે સભ્યોને ખટોદરા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ખટોદરા પોલીસે બે આરોપીને પકડી ખટોદરા પોલીસનો એક અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરની ચોરી કરતી તસ્કર ગેંગના બે સભ્યોને પકડી લઈ ખટોદરા પોલીસે ત્રણ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપી પાસેથી ૧,૮૦,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.

ખટોદરા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મંદિરમાં ચોરી કરતી ગેંગના બે સભ્યોને પકડવામાં આવ્યા છે. પોલીસે વિજય ઉર્ફે બોબડો વાદી અને કિશન વાદી નામના ઇસમોની ધરપકડ કરી છે. બંને આરોપીની ધરપકડ લુણાવાડા ખાતેથી કરવામાં આવી છે. આ બંને આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાના મંદિરમાં ૩૦ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર તેમજ જાગનાથ મહાદેવના મંદિરમાંથી ચોરી કરી હતી અને આ બંને આરોપીની ટેમ્પા સહિત ૧,૮૦,૨૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજુ કેટલાક ભેદ ઉકેલાઈ શકે છે.

Follow Me:

Related Posts