fbpx
ગુજરાત

રામનવમીની શોભાયાત્રામાં થઇ જૂથ અથડામણ, રામજીની મૂર્તિ ખંડિત થઇ, વાહનોમાં તોડફોડ

વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન આ યાત્રા ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોંચી ત્યારે જૂથ અથડામણ થયુ હતુ. આમાં પથ્થરમારો પણ થયો હતો. જેમા રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા તે ખંડિત બની હતી. જાેકે, પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ હતી. આ જૂથ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરાવામાં આવી છે.

કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે. કારેલીબાગના ભૂતડીઝાપા વિસ્તારમાં પથ્થરમારો થતા પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાંજરીગળ મહોલ્લા નજીક પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટોળાએ વાહનોની સાથે દુકાનોમાં તોડફોડ કરીને માહોલમાં ભય ઊભો કર્યો હતો. પથ્થરમારા બાદ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. આ સાથે પોલીસે કહ્યું કે, એસઆરપીની બે ટીમો હાલ અહીં મુકવામાં આવી છે. આ સાથે સ્થાનિક પોલીસની તમામ ટીમો પણ અહીં તૈનાત કરવામાં આવી છે. જાેકે, આમાં કોઇની અટકાયત કરવામાં નથી આવી. આ સાથે આ અથડામણમાં કોઇને જાનહાની પણ થઇ નથી.

Follow Me:

Related Posts