fbpx
અમરેલી

રામપર વસોયા પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથામાં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

લાઠી તાલુકા ના રામપર ગામે વસોયા પરિવાર દ્વારા આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા માં માનવ સેવા ટ્રસ્ટ ટીમ્બિ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી નારાયણો ના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો વસોયા પરિવાર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા શ્રવણ માટે પધારેલ અનેકો મહાનુભઓ મહેમાનો સહિત મહિલા ઓએ પણ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું સુરત શહેર ના પર્યાવરણ નું બેનમૂન કામ કરતી સંસ્થા ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા એ ૧૦૭ મી વખત રક્તદાન કરી માનવ સેવા એજ માધવ સેવા નો સુંદર સદેશ આપ્યો હતો.

રક્તદાન શિબિરમાં સુરત સ્થિત સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા ચિરાગભાઈ ભટ્ટ  રુદ્ર  નારોલા જીતેન્દ્રભાઈ વસોયા હરેશ ભાઈ વિરડી જગદીશ ભાઈ કાંસોદરીયા આ રક્તદાન નું સફળતા થી સંચાલન કરી રક્તદાતા નો ઉત્સાહ વધાર્યો હતો “એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકેપરંતુ એક વ્યક્તિ  ની દુનિયા જરૂર બદલી શકે”ગ્રીન આર્મી ના સભ્ય શ્રી મનસુખભાઈ કાંસોદરીયા ૧૦૭ મી વાર રક્તદાન કરી યુવાનો ને નિર્ભયતા નો સુંદર સદેશ આપ્યો હતો સમસ્ત વસોયા પરિવાર તથા રામપરા ગામ ના તમામ ગ્રામજનો એ શ્રીમદ્ર ભાગવત જ્ઞાનયજ્ઞ માં રક્તદાન કેમ્પ યોજી માનવતા નું વંદનીય કાર્ય કરતા સર્વત્ર સરાહના કરાય હતી.

Follow Me:

Related Posts