ગુજરાત

રામપુરાના યુવકે લગ્ન માટે દબાણ કરીને યુવતી પર એસિડ ફેકવાની આપી ધમકી

સોશિયલ મીડિયા પર કોલેજીયન યુવતીને પ્રેમમાં ફસાવી હોટેલમાં લઈ જઈ અંગતપળોનો વિડીયો બનાવી બ્લેકમેલીંગ કરવા લાગ્યો હતો. યુવતીએ લગ્ન કરવાની ના પાડી તો યુવકે એસિડ ફેકવાની ધમકી આપી હતી. અંગતપળોનો વિડીયો યુવતીના સંબંધીઓને મોકલી આપતા મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે આકાશ સની વાધેલા(૨૧) (રહે,ચાલ,ગાર્ડન ફેક્ટરીની બાજુમાં, રામપુરા)ની સામે બળાત્કાર, આઈટી એકટ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે.

આરોપી આકાશ છુટક મજૂરી કરે છે. સોશિયલ મીડિયા થકી બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ૨૫મી સપ્ટેમ્બરે કતારગામની પારસ ઓયો હોટેલમાં લઈ ગયો હતો. જયા નરાધમે યુવતીની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધી અંગત પળોનો વિડીયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. યુવકે યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. જાે કે યુવતી લગ્ન કરવાની ના પાડતી હતી. લગ્ન માટે દબાણ કરવા યુવકે એસિડ ફ્રેકી જાનથી મારી નાખવાની ધમકી આપી અંગત પળોનો વિડીયો સગા-સંબધીઓને મોકલી આપ્યો હતો.

Related Posts