fbpx
રાષ્ટ્રીય

રામેશ્વરમથી અયોધ્યા સુધી રામોત્સવ યાત્રા યોજાશે

અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહનો જશ્ન મનાવવા માટે એક ધાર્મિક રેલી રામોત્સવ યાત્રા શરૂ થવાની છે. રામોત્સવ યાત્રા પહેલા દક્ષિણમાં રામેશ્વરમની યાત્રા કરશે. ૫૦૦થી વધુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ આ યાત્રામાં જાેડાશે. તે ભગવાન રામ દ્વારા વનવાસ બાદ તમિલનાડુના રામેશ્વરમથી તેમના રાજ્ય અયોધ્યા પરત ફરવા માટે લીધેલા માર્ગ પર એક મહિનાની ૪૫૦૦ કિમી લાંબી મુસાફરી કરવા માટે તૈયાર છે. રામોત્સવ યાત્રાના આયોજકો મુજબ, આ પાંચ રાજ્યો તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશને કવર કરશે.

રામોત્સવ યાત્રા દળમાં સામેલ અપૂર્વ સિંહે તાજેતરની મુલાકાતમાં જણાવ્યું હતું કે એક મહિના સુધી ચાલનારી આ યાત્રા ૧૪ જાન્યુઆરીએ મધ્યપ્રદેશના ઈન્દોરથી શરુ થશે. આયોજક ટીમના એક અન્ય પ્રમુખ સદસ્ય મલય દીક્ષિતએ જણાવ્યું કે ૫૦૦થી વધુ ઈન્ફ્લુએન્સર્સ, ઈન્સ્ટાગ્રામર્સ, યૂટ્યૂબર્સ, બ્લોગર્સ, રમત અને બોલિવુડ સેલેબ્સ યાત્રામાં ભાગ લેશે. તેને કહ્યું કે આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા ઈન્ફ્લુએન્સર્સ એસોશિએશન દ્વારા રચાયેલી રામ મહોત્સવ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. આ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા થઈ રહ્યું છે.

આયોજક ટીમના પ્રમુખ સદસ્ય મલય દીક્ષિતએ કહ્યું કે અમારી આ યાત્રા ન માત્ર ઉપદેશાત્મક છે, પરંતુ ભગવાન શ્રી રામની વનની માધ્યમથી યાત્રાનો ઉત્સવ પણ છે, જે આપણને ભારતીય સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવશે. યાત્રા દરમિયાન અમને ભગવાન શ્રી રામની વાસ્તવિક વનયાત્રાનો અનુભવ કરવાની તક પણ મળશે. અયોધ્યાના માર્ગ પર યાત્રામાં ભાગ લેનારાઓ અયોધ્યામાં રોપાઓ વાવવા માટે પ્રમુખ જગ્યાઓથી માટી એકત્રિત કરશે, જેને ‘રામાયણ’ નામ આપવામાં આવશે. અયોધ્યાના માર્ગ પરની યાત્રા દરમિયાન ભાગ લેનાર ચાર ‘જ્યોર્તિલિંગ’ રામેશ્વરમ, ત્ર્યંબકેશ્વર, ઘૃષ્ણેશ્વર અને કાશી વિશ્વનાથની પણ મુલાકાત લેશે. અયોધ્યાથી લગભગ ૨૦ કિમી દૂર ઉત્તર પ્રદેશના નંદીગ્રામ પહોંચ્યા પછી શ્રદ્ધાળુઓ તેમના વાહનો છોડીને ત્યાંથી પગપાળા યાત્રા પૂર્ણ કરશે.

Follow Me:

Related Posts