fbpx
બોલિવૂડ

રામ ચરણના ઘરે ગૂંજી કિલકારી, ઉપાસનાએ આપ્યો દીકરીને જન્મ

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણના ઘરે દીકરીનો જન્મ થયો છે. રામ ચરણની પત્ની ઉપાસનાને ગઇ કાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આજે ૨૦ જૂને સવારે તેના ઘરે ૧૧ વર્ષ બાદ ખુશીઓનું આગમન થયું છે. આરઆરઆર એક્ટર રામ ચરણના ઘરે આ સમયે ખુશીઓનો માહોલ છે અને ફેન્સ આતુરતાથી એક્ટર તરફથી આ ખુશીના સમાચાર શેર કરવાની રાહ જાેઇ રહ્યાં છે. રામ ચરણ અને ઉપાસનાએ હાલમાં જ પોતાના લગ્નની ૧૧મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. લાંબા સમયથી ઉપાસનાની પ્રેગનેન્સીને લઇને ચર્ચા હતી. પાછલા દિવસોમાં ઉપાસનાની હોસ્પિટલ વિઝિટ બાદ સમાચાર આવી રહ્યાં હતાં કે ૧૬ જૂન પછી ગમે ત્યારે રામ ચરણના ઘરે પારણું બંધાશે. ૧૯ જૂને રાતે ઉપાસના અને રામ ચરણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. આ દરમિયાન ઉપાસના પિંક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જાેવા મળી હતી. સાઉથ મેગાસ્ટાર ચિરંજીવી અને તેની પત્ની સુરેખા હવે દાદા-દાદી બની ગયા છે. આ સમાચાર બાદથી રામ ચરણ અને ઉપાસનાના સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. બધા જ બેબી ગર્લની પહેલી ઝલક જાેવા માટે આતુર છે. રામ ચરણ અને ઉપાસનાએ ડિસેમ્બર ૨૦૨૨માં બધા સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. બંનેના લગ્ન ૧૪ જૂન ૨૦૧૨ના રોજ થયા હતાં. તેવામાં લગ્નના ૧૧ વર્ષ બાદ તેમના ઘરે કિલકારી ગૂંજી છે. એકરિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડિલિવરી પછી ઉપાસના અને રામ ચરણ ચિરંજીવીના ઘરે શિફ્ટ થઈ જશે. તેઓએ આ ર્નિણય લીધો કારણ કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકને તેમના દાદા-દાદી તરફથી ઘણો પ્રેમ મળે. જ્યારે રામ ચરણની પત્ની ઉપાસનાને એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે લગ્નના આટલા વર્ષો પછી તેણે માતા બનવાનો ર્નિણય કેમ લીધો? ત્યારે તેણે કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું. અમારા પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. મને એ વાતનો પણ આનંદ છે કે મેં માતા બનવાનો ર્નિણય ત્યારે લીધો જ્યારે હું ઈચ્છતી હતી અને સમાજ ઈચ્છતો હતો ત્યારે નહીં. મને લાગે છે કે મારા અને રામ માટે આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે અમે બંને ખુશ છીએ. આર્થિક રીતે મજબૂત છે. અમારા બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ છીએ.

Follow Me:

Related Posts