ગુજરાત

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અંબાજી મંદિરમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા

ઓનલાઇન ચાર દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળશેઅંબાજી,ગુજરાતમાં આવેલુ શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીંના મોહનથાળના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે. ત્યારે શ્રદ્ધાળુઓને આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. હવેથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ઘરે બેસીને ઓર્ડર કરી શકાશે.

તમે કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામા આવી છે. યાત્રાધામ અંબાજીમાં જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલેએ મહત્વની જાહેરાતક રી છે. જેમાં શ્રદ્ધાળુઓ હવે ઘરે બેઠા કુરિયરથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકો છો. આવતીકાલે સોમવારથી આ સુવિધા શરૂ થવા જઈ રહી છે. કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ અને તમામ સમાજના સહયોગથી અને સામાજિક રીતે શ્રદ્ધાળુઓને જાેડવાનો નવનીત પ્રયાસ કરાયો છે.

જેમાં હવેથી અંબાજી મંદિરનો મોહનથાળ અને ચીકીના પ્રસાદ માટે ઓનલાઇન બુકીંગ શરુ કરાશે. ઓનલાઇનથી શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા કુરિયર મારફતે મળે તેવી વ્યવસ્થા શરુ કરાશે. ઓનલાઇન પ્રસાદ માટે પ્રવર્તમાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ ઓનલાઇન પ્રસાદ વ્યવસ્થા પ્રયાગિક ધોરણે શરુ કરાશે. યાત્રિકોએ પ્રસાદ માટે પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઇન ચુકવણું કરવાનું રહેશે. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળી જશે.

Related Posts