અમરેલી

રાયપુર ખાતે યોજાયેલ ગોંડવાના ટુર્નામેંટમાં મેન્સ સિંગલ કેટેગરીમાં ધ્રુવ હીરપરા રનર અપ ગુજરાતી તરીકે ગૌરવની

 અમરેલી. દરેક બાળકને પોતાના કઈકને કઈક ડ્રીમ હોય છે જે આપડે જાણીને એ ડ્રીમ એ પૂરા કરે કે એચિવ કરે એ માટે પેરેન્ટ્સ તરીકેની જવાબદારી પણ બનતી હોય છે. ધ્રુવ હિરપરના ફેમિલી એમની આર્થિક સ્થિતિ એટલી પણ નથી સારી કે હજારો / લખો રૂપિયાનો ખર્ચ કરી શકે પરંતુ તેમ છતાં ધૂર્વને નાનપણથી જ ટેનિસ પ્રત્યે લગાવ હોવાના કારણે એમના માતા પિતા એ ધૂર્વને ટેનિસની દુનિયામાં પોતાના ડ્રીમ પૂરા કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. ધ્રુવે ઘણા વર્ષોની અથાગ મહેનત અને એક અલગ જુસ્સા સાથે ટેનિસમાં નાની ઉમરમાં ઘણી ટુર્નામેંટ / મેચ જીતીને આગળ વધી રહ્યો છે. સફળતા કોઈનો ઇજારો નથી એ આપણે જાણીએ છીએ પરંતુ એ માટે એ માટે જે મહેનત કે અન્ય બાબતોનું સંતુલન કરી શકતા નથી અને સફળતા આપણાંથી ઘણી દૂર રહે છે ત્યારે ધ્રુવની આ સફળતાની પાછળ ઘણા લોકોએ ઘણી મહેનત કરી છે. એમાં ધ્રુવના માતા પિતા અને શ્રી એચ આર કાપડિયા સ્પોર્ટ્સ એકેડેમી-અમદાવાદ અને ધ્રુવના કોચ શ્રી વૈદિક મુનશો એ દિવસ રાત જોયા વગર અથાગ મહેનત કરેલ છે. ધ્રુવ એ ઘણા ટાઇટલ ટેનિસમાં જીત્યા છે પરંતુ છેલ્લા ૨ વર્ષની જ વાત કરીએ તો …વર્ષ ૨૦૨૧ માં ધ્રુવે ૧ આંતરરાષ્ટ્રીય ટાઇટલ (અંડર ૧૮ જુનિયર – મેન્સ સિંગલ) જીત્યું જે ટુર્નામેંટ ભિલાઈ ખાતે યોજાયેલ હતી ઉપરાંત એ જ વર્ષમાં બીજા ૪ નેશનલ ટાઇટલ (ઓપન કેટેગરી – મેન્સ સિંગલ) પણ જીત્યા જેમાં  ૨ ટુર્નામેંટ ગુડગાંવ, ૧ ટુર્નામેંટ આગ્રા અને ૧ ટુર્નામેંટ ફરીદાબાદ ખાતે યોજાયેલ હતી. વર્ષ ૨૦૨૨, તાજેતરમાં રાયપુર ખાતે યોજાયેલ ગોંડવાના ટુર્નામેંટમાં મેન્સ સિંગલ કેટેગરીમાં ધ્રુવ રનર અપ થયો, જે એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે અને વધુમાં કહીએ તો પટેલ સમાજને ધ્રુવે ગૌરવ અપાવ્યું છે. હાલમાં પણ ધ્રુવ આગ્રા ખાતે બીજી ટુર્નામેંટ માટે તૈયારી કરી રહ્યો છે. આવનાર સમયમાં ધ્રુવ આપણને સૌને ગૌરવ અપાવશે એવો અમને વિશ્વાસ છે. ધ્રુવ અને ધ્રુવના ફેમિલીને આપણે આ તબબકે સમાજના સોશિયલ મીડિયાના સ્ટેજ પર નોંધ લઈએ અને ધૂર્વના ડ્રીમ પૂરા કરવા માટે સૌ સપોર્ટ કરીએ એવા વિશ્વાસ સાથે ધ્રુવને અઢળક શુભકામનાઓ.પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સંગઠનો 

Related Posts