fbpx
ગુજરાત

રાયસણ પોલીસ ચોકી પાસેથી પોલીસે પાન-મસાલાનું વેચાણ કરતા ઇસમને ઝડપી પાડ્યો

ગાંધીનગર રાયસણ પોલીસ ચોકી થી થોડેક દૂર મિની લોક ડાઉન લાગુ થયું ત્યારથી બિન્દાસ રીતે દૂધ દહીં વેચવાની આડમાં પાન, બીડી અને ગુટખાનું બ્લેકમાં વેચાણ કરતા ઈસમને ઝડપી લઈ ઈન્ફોસિટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં મિની લોકડાઉન વચ્ચે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનાં સ્પષ્ટ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. તેમ છતાં શહેરનાં ઘણા વેપારીઓએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની આડમાં પાન મસાલાનું ગેરકાયદેસર રીતે બ્લેકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પીડીપીયુ રોડ પર આવેલ સોસાયટી બહાર દુકાનમાં જીવન જરૂરિયાતની ચીજાેની સાથે પાન પાર્લર પણ ચલાવતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ગાંધીનગરનાં રાયસણ પોલીસ ચોકીથી થોડાક અંતરે આવેલ શ્રી શાશ્ર્‌વત સોસાયટીની બહાર આવેલ ૧૦ નંબરની દુકાનમાં દિનેશ ગુલાબસિંહ નાગર નામનો ઈસમ જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે પાન પાર્લર પણ ચલાવતો હતો. મિની લોકડાઉન લાગુ થયું ત્યારથી દિનેશ નાગર દૂધ દહીં વિગેરે ડેરી પ્રોડક્ટની સાથો સાથ બ્લેકમાં પાન, બીડી, સિગારેટ સહિતના ગુટખાનું વેચાણ કરતો હોવા છતાં પેટ્રોલીંગ કરતી પોલીસને ગંધ શુદ્ધા આવી ન હતી.

Follow Me:

Related Posts