ભાવનગર

રાળગોનની જ્ઞાનમંજરી શાળામાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

તળાજા તાલુકાની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શાળામાં K.G થી 12 સુધી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ વાલીઓની રૂબરૂમાં વિતરણ કરવામાં આવ્યું હતું સાથે દરેક વર્ગમાં 1 થી 10 નંબર મેળવેલ તેજસ્વી તારાલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા 1 થી 10 નંબરના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા તેનાથી દરેક વાલીઓમાં ખૂબ જ આનંદની લાગણી જન્મી હતી. શાળાના બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતી રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી સૌપ્રથમ તમામ વિદ્યાર્થી અને વાલીઓ સાથે બેઠક યોજ્યા બાદ દરેક વાલી સાથે વર્ગ શિક્ષકે વ્યક્તિગત ચર્ચા કરી બાળકની શૈક્ષણિક સ્થિતિ અંગે માહિતગાર કરેલ. શાળા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વાલીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ

Related Posts