રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિના તમામ તહેવારોના ઉજવણીની માફક ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી ધોરણ 1 થી 12 ના તમામ બાળકોએ પોતાના શિક્ષકોનું કંકુતિલક થી પૂજન કર્યું ત્યારબાદ તમામ શિક્ષકોની દરેક બાળકોએ આરતી કરી પોતાના ગુરુઓના આશીર્વાદ મેળવ્યા ગુરુપૂર્ણિમાના પાવનપર્વમાં ધોરણ 1 થી 12 ના કુલ 80 સ્પર્ધકોની વકૃત્વ સ્પર્ધા યોજાય દરેક બાળકોએ ખુબ સરસ વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કર્યા ત્યારબાદ વિભાગ વાઇઝ એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા જેમાં પૂર્વ પ્રાથમિકમાં KG થી ધોરણ 2 માં પ્રથમ ક્રમે ગોહિલ મોક્ષરાજ હરદેવસિંહ,દ્વિતીય ક્રમે કામળિયા ખુશાલીબેન ઘુસાભાઇ અને તૃતીય ક્રમે બાંભણીયા જાનકી મુકેશભાઈ,તૃતીય ક્રમે યશવા કનુભાઈ તેમજ ધોરણ 3 થી 5 માં પ્રથમ ક્રમે લાધવા જાનવી પંકજભાઈ દ્વિતીય ક્રમ બારૈયા દ્રષ્ટિ વિનોદરાય અને દ્વિતીયક્રમે લાડુમોર હસ્તી ઘનશ્યામભાઈ નંબર મેળવેલ છે ધોરણ 6 થી 8 માં પ્રથમ ક્રમે ધાંધલ્યા સુમિત બીજાક્રમે પંડ્યા આરુષિ ગૌરાંગભાઈ અને ધાંધલ્યા સૃષ્ટિબેન ત્રીજાક્રમે કામળીયા શીતલબેન ધીંગાભાઈ માધ્યમિક વિભાગમાં પ્રથમક્રમે કામળીયા સોનલબેન,બીજાક્રમે પંડ્યા નિધીબેનત્રીજાક્રમે બારૈયા નિરાલીબેન ઉચ્ચતર વિભાગમાં પ્રથમક્રમે વાળા કૈલાશબેન બીજાક્રમે પંડ્યા નિધીબેન ત્રીજાક્રમે કામળિયા કૈલાસબેન નંબર મેળવેલ છે નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે
Recent Comments