શ્રી માધવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં આધાશક્તિના પાવન પર્વ નિમિતે નવરાત્રી મહોત્સવ ‘થનગનાટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે નવામાં નોરતામાં શ્રી જ્ઞાનમંજરી સ્કૂલના તમામ વિધાર્થીઓ ભાઈઓ અને બહેનો એ પોતાના પરંપરાગત પોષક પહેરીને આ તહેવારની ઉજવણી કર્તા પહેલા સૌપ્રથમ માતાજીની સમૂહ આરતી કરી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ તહેવારની ઉજવણીમાં શ્રી સ્કૂલના સંચાકલ , પ્રિન્સિપાલ અને સ્ટાફ હાજર રહી વિધાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો . ડી. જે .ના તાલ પર ગરબે રમતા વિધાર્થી ભાઈઓ અને બહેનોના આનંદથી ધરતી ધ્રુજી ઉઠે તે રીતે ગરબા રમી તહેવારને ખુબ યાદગાર બનાવવામાં આવ્યો હતો . તે બદલ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલના સાંસ્કૃતિક કમિટીના સભ્યો મેહુલભાઈ વાળા, રાજુભાઈ કાપડીયા અને વાઢેર મનિષાબેન આ સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો.
રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે બાળકો દ્વારા કાર્યક્રમનું આયોજન

Recent Comments